મંગળસૂત્ર પહેરવું મારા માટે વિશેષ ક્ષણ હતી: પ્રિયંકા
મુંબઈ, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે. કપલે ડિસેમ્બર, ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. પ્રિયંકા ચોપરાએ હાલમાં જ ખુલાસો કર્યો હતો કે, નિક જાેનસ સાથે લગ્ન કર્યા બાદ પહેલીવાર જ્યારે મંગળસૂત્ર પહેર્યું ત્યારે તેને કેવું લાગ્યું હતું. પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે, જેમાં એક્ટ્રેસ પરિણીત મહિલા તરીકે મંગળસૂત્ર પહેરવા અંગે વાતચીત કરતી જાેવા મળી રહી છે.
તેણે કહ્યું કે, ‘મને યાદ છે કે મેં જ્યારે મારું પહેલ વખત પહેર્યું ત્યારે કારણ કે અમે તેનો અર્થ શું થાય છે તે જાણીને મોટા થયા છીએ. તે મારા માટે ખૂબ ખાસ ક્ષણ હતી. તે જ સમયે, મોર્ડન મહિલા તરીકે હું તેનો અર્થ શું થાય છે તેના પરિણામોને પણ સમજુ છું. શું મને મંગળસૂત્ર પહેરવાનો વિચાર પસંદ છે અથવા તે ખૂબ પિતૃપ્રધાન છે? પરંતુ આ સમયે હું તે પેઢી છું જે વચ્ચેની છે.
પરંપરા જાળવી રાખો પરંતુ તમે કોણ છો અને ક્યા ઉભા છો તે પણ જાણો. અને આપણે આગામી પેઢીની છોકરીઓ અલગ રીતે કંઈ કરશે તેમ જાેઈશું. પ્રિયંકા ચોપરા અને નિક જાેનસના લગ્ન રાજસ્થાનના ઉમૈદ ભવન પેલેસમાં શાહી અંદાજમાં ૨૦૧૮માં થયા હતા. જ્યાં તેમના પરિવારજનો અને પ્રિયજનો હાજર રહ્યા હતા.
એક્ટ્રેસ ઘણીવાર તહેવારો પર તેનું મંગળસૂત્ર ફ્લોન્ટ કરતી રહે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા ફરહાન ખાનની ફિલ્મ જી લે ઝરા’માં જાેવા મળશે. જેમાં તે કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના ડિસેમ્બરમાં શરૂ થશે અને આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે. પ્રિયંકા ચોપરા છેલ્લે હોલિવુડની ફિલ્મ ‘ધ મેટ્રિક્સ રેઝરેક્શન’માં જાેવા મળી હતી, જેમાં તેણે સતીનું પાત્ર ભજવ્યું હતું.SSS