મંગળ ગ્રહ પર એન્ટાર્ટિકા જેવા બરફના સ્તર મળ્યા

વૉશિંગ્ટન: મંગળ ગ્રહ પર બરફના સ્તરો જાેવા મળ્યા છે. જેની તસવીર અમેરિકી એજન્સી નાસાના સ્પેસક્રાફ્ટ માર્સ રિકૉનસેન્સ ઑર્બિટરે લીધી છે. આ નવી તસવીર નાસાએ પોતાની વેબસાઈટ અને સોશ્યલ મીડિયા હેન્ડલ પર જારી કરી છે. આ તસવીરને જાેઈને ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં જામેલી બરફની યાદ અપાવે છે. મંગળ ગ્રહ પર મોટા-મોટા તળાવો બન્યા છે. જાેકે, નાસાના વૈજ્ઞાનિકોએ એક નવો ખુલાસો કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધા છે.
નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે અમે માર્સ રિકૉનસેન્સ ઑર્બિટરની તસવીરો જાેઈને તો હેરાન રહી ગયા. મંગળ ગ્રહના દક્ષિણી ધ્રુવ પર મોટા-મોટા બરફના સ્તરો જાેવા મળ્યા. આ તસવીર મંગળ ગ્રહના ચારે તરફ ચક્કર લગાવી રહેલા માર્સ રિકૉનસેન્સ ઑર્બિટરે લીધી છે. પરંતુ તપાસ કર્યા બાદ જે વાત સામે આવી તેનાથી નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરીના વૈજ્ઞાનિક પણ અંચબિત રહી ગયા.
નાસાએ પોતાની સાઈટ પર લખ્યુ છે જ્યાં પાણી હોય છે, ત્યાં જીવન હોય છે પરંતુ આ સિદ્ધાંત માત્ર ધરતી પર જ લાગુ થઈ રહ્યો છે. તેથી અમારા વૈજ્ઞાનિક મંગળ ગ્રહની સૂકી જમીન પર તરલ પાણીની શોધ કરી રહ્યા છે. જાેકે લાલ ગ્રહ પર પાણીની શોધ કરવી એટલી સરળ નથી. દૂરથી જાેવાથી અને તસવીરોની તપાસ કરવા પર જાણ થઈ છે કે મંગળ ગ્રહના દક્ષિણી ધ્રુવ પર મોટા ભાગમાં બરફ છે.
નાસાએ લખ્યુ છે કે જાે જરા ગરમી થાય છે તો બરફ ઓગળીને પાણી થઈ જાય છે. પરંતુ આ સ્થિતિ વધારે સમય રહેતી નથી. તરલ પાણી કેટલીક સેકન્ડમાં જ વરાળ બની જાય છે. મંગળ ગ્રહના વાયુમંડળમાં લાપતા થઈ જાય છે.