Western Times News

Gujarati News

મંજૂરી વગર બનેલા ગાંધીનગરના એક કોમ્પ્લેક્ષ સામે હાઈકોર્ટમાં અરજી

File

ગેરકાયદે બાંધકામ સામે ગાંધીનગર મનપા આંખ બંધ કરીને બેઠું છે

(એજન્સી)અમદાવાદ, ગાંધીનગરના સેકટર-૧૧માં મંજૂરી વગર બનેલા સ્કાયલાઈન કોમર્શીયલ કોમ્પલેક્ષના કેસમાં યોગ્ય પગલા ન લેવા મુદે હાઈકોર્ટના ચીફ જસ્ટીસની ખંડપીઠે ગાંધીનગર મહાનગરપાલિકાને ઝટકતા કહયું છે કે, ગાંધીનગરમાં મંજૂરી વગર આખુ બિલ્ડીંગ બને છે. અને ગાંધીનગર મનપાના અધિકારીઓ તેની સામે આંખો બંધ કરીને બેઠા છે.

બેદરકારીનો આ શ્રેષ્ઠ નમુનો છે. હાઈકોર્ટે એડવોકેટ જનરલને સવાલ કરેલો કે, ગાંધીનગર મનપાના કમીશ્નર શું કરી રહયા છે ? અહીં મંજૂરી વગર બાંધકામ થાય છે, મનપા તેને વારંવાર નોટીસ આપે છે. પણ બિલ્ડીંગ બનાવનાર જવાબ પણ આપતા નથી અને મનપા કોઈ પગલા લેતું નથી. રાજય સરકાર આમાં તપાસ કરે, જવાબદારો સામે પગલા લે એન હાઈકોર્ટે ગાંધીનગર મનપાને નિર્દેશ આપ્યો છે કે, આ બાંધકામ કેવી રીતે થયું ? તે અંગે જવાબ આપો. આ કેસની વધુ સુનાવણી ૧ર એપ્રિલે હાથ ધરાશે.

હાઈકોર્ટે ગાંધીનગરહ મનપાને સવાલ કરેલો કે, આ બિલ્ડીંગ પાસે બીયુ મંજૂરી જ નથી તો આખા બિલ્ડીંગની સીલ કરવાના બદલે તેણે ૮થી૧૧ માળને જ શા માટે સીલ કર્યા છે ? શું બીયુ મંજૂરી દરેક માળ દીઠ અપાય છે ? આ બિલ્ડીંગ બનવાની શરૂઆત થઈ ત્યારે મનપાના અધિકારીઓએ ચકાસણી કરી ન હતી ? શું સામાન્ય નાગરીકના કેસમાં પણ ગાંધીનગર મનપા આ રીતે જ કામ કરે છે ?

ગાંધીનગર મનપાના વકીલની રજુઆત હતી કે બિલ્ડરે આ બિલ્ડીંગના રીવાઈઝ પ્લાનની મંજૂરી માટે અરજી કરેલી છે. ભૂતકાળમાં ત્રણવાર નોટીસ આપી છે. જવાબદારો સામે જલદી પગલા લેશું. આ કોમ્પલેક્ષના બાંધકામમાં ગાંધીનગરમાં ભૂતપૂર્વ મેયર અને તેના પતિ પણ સંડોવાયેલા છે. આ કેસને લઈને હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી થયેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.