મધ્યપ્રદેશમાં મંત્રીઓના બંગલાની સજાવટ માટે કરોડો રૂપિયા ખર્ચ કરાયો
ભોપાલ: મધ્યપ્રદેશમાં મંત્રીઓના બંગલામાં ૧૦ મહીનામાં કરોડો ખર્ચ કરવામાં આવ્યા છે, સૌથી વધુ ખર્ચ શિવરાજ ચૌહાણના બંગલા પર થયો છે.આ માહિતી વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય પાંચીલાલ મેડાના એક પ્રશ્નના જવાબમાં સામે આવી છે.આ સ્થિતિ ત્યારે છે
જયારે ગેસ પિડિત વિધવાઓને માત્ર હજાર રૂપિયાનું પેન્શન મળતુ નથી અનેક સરકારી કર્મચારીઓના પગાર ડીએ અટકેલાં છે, પરીક્ષા હોવા છતાં અનેક છાત્ર નોકરીની રાહ જાેઇ રહ્યાં છે દરેક જગ્યાએ કોરોનાના કારણે સરકારી તિજાેરી ખાલી છે પરંતુ આ દરમિયાન માનનીય મંત્રીજીની શાનૌશૌકતમાં કમી આવી નથી અને તેમના બંગલા સજાવવામાં ૪.૫૮ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.
સૌથી વધુ લગભગ ૧ કરોડ રૂપિયા મુખ્યમંત્રી હાઉસ પર ખર્ચ કરવામાં આવ્યો છે તેમના ૭૪ બંગલા ખાતે એક અન્ય બંગલામાં પણ ૧૩.૪૧ લાખનું કામ થયું છે.૫૬ લાખ રૂપિયા પીડબ્લ્યુડી મંત્રી ગોપાલ ભાર્ગવના બંગલાની સજાવટમાં લાગ્યા છે ગૃહમંત્રી નિરોત્તમ મિશ્રાના ઘરમાં ૪૪,૮૪,૪૫૫નું કામ થયું
નગરીય પ્રશાસન મંત્રી ભુપેન્દ્રસિંહના ઘરમાં ૩૧,૨૯,૨૬૯નું આરોગ્ય મંત્રી પ્રભુરામ ચૌધરીના બંગલા ઉપર ૨૭,૯૪.૫૪૧નો,સહકારી મંત્રી અરવિંદ ભદૌરિયાના બંગલા પર ૧૯,૪૧,૮૧૦ અને પરિવહન મંત્રી ગોવિંદ સિંહ રાજપુતના બંગલામાં ૧૮,૭૫,૧૭૨નો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ બધુ ત્યારે જયારે મધ્યપ્રદેશ પર ૨ લાખ કરોડથી વધુનું કર્જ છે વિધાનસભામાં સરકારે કહ્યું હતું કે ગત ૮ મહીનામાં જ તે ૨૩૦૦૦ કરોડનું કર્જ લઇ ચુકી છે સરકારનું કહેવુ છે કે ઘર છે ખર્ચ થાય છે.આ ખર્ચ ત્યારે થયો.
જયારે ૨૦૧૯માં જ મંત્રીઓના બંગલા સજાવવામાં ૩ કરોડ ૬૮ લાખ રૂપિયા ખર્ચ થયા હતાં તે સમયે સૌથી વધુ ૪૫,૩૦,૬૦૬ રૂપિયા ચાર ઇમલી ખાતે રાજયના નાણાંમંત્રી તરૂણ ભનોટના બંહલાને સજાવવામાં ખર્ચ કરવામાં આવ્યો હતો જયરે બીજા નંબર પીડબ્લ્યુડી મંત્રી સજજન સિંગ વર્માનું નામ આવે છે.
જેમાં ૪૨.૬૮ ખર્ચ કરવામાં આવ્યા હતાં જયારે નંબર ત્રણ પર મુખ્યમંત્રી કમલનાથ હતાં તેમના બંગલાની મરમ્મત સજાવટ માટે ૩૩.૮૦ લાખ રૂપિયાથી વધુની રકમ ખર્ચ કરવાાં આવી હતી.સરકાર એકબાજુ કર્જ લઇ રહી છે અને બીજી તરફ કરોડો રૂપિયા મંત્રીઓના બંગલા પાછળ ખર્ચ કરે છે તેની ભારે ટીકા થઇ રહી છે.