મંત્રીની હત્યા કરવા આવેલા ઇમરાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદ: પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલાં ATS ના હાથે ઝડપાઈ ગયેલા ઇમરાન શેખ નામના શાર્પ શૂટરનો સરકારી નિયમો અનુસાર ગત રોજ કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે ઇમરાનને સૌ પ્રથમ સારવાર આપવામાં આવશે. એ પછી જ પૂછપરછ કે તપાસનો દોર આગળ વધશે.
ઈમરાનને હાલ ક્યાં સારવાર અપાઈ રહી છે તેની કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. પરંતુ તેના સાગરીત સલમાનની ધરપકડ કરવા માટે ચક્રો ગતીમાન થઈ ગયા છે.
બીજી તરફ ઇમરાન નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પકડવા ગયેલી ટીમ ની પણ હવે તપાસ કરવામાં આવશે ઉપરાંત જો કોઈ માં લક્ષણો દેખાયા તો તેમને કોરન્ટઇન કરવામાં આવશે. આને કારણે આ ઘટનાની તપાસ કરવામાં વિલંબ આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ સલમાન નામના અન્ય આરોપીને પકડવાનો બાકી છે.