Western Times News

Gujarati News

મંત્રીમંડળે IDBI બેંકમાં સરકાર દ્વારા મૂડી ઉમેરવાની મંજૂરી આપી

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં આઇડીબીઆઈ બેંકમાં સરકાર દ્વારા રૂ. 4,557 કરોડની મુડી ઉમેરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

એનાથી આઇડીબીઆઈની સ્થિતિ સુધારવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ મળશે તથા બેંક નફાકારકતા અને સાધારણ ધિરાણ કરવા માટે સક્ષમ બનશે તેમજ સરકારને ઉચિત સમયે એનું રોકાણ વસૂલ કરવાનો વિકલ્પ મળશે.

આઇડીબીઆઈ બેંકને એની અગાઉથી ચાલી આવતી બુકની પ્રક્રિયા પૂર્ણ કરવા એક વાર મૂડીનાં ઉમેરણની જરૂર છે. બેંકે નોંધપાત્ર રીતે બાકી નીકળતી લોનમાં સુધારો કરીને એની એનપીએમાં ઘટાડો કર્યો છે, જે જૂન, 2018માં 18.8 ટકાની ટોચ પર હતો અને જૂન, 2019માં ઘટીને 8 ટકા થયો હતો. આ માટે મૂડી એનાં શેરધારકો પાસેથી મળશે. એલઆઇસી 51 ટકા હિસ્સો ધરાવે છે અને વીમા નિયમનકારક સંસ્થા દ્વારા હિસ્સો વધારવાની છૂટ નથી. જરૂરી રૂ. 9,300 કરોડમાંથી એલઆઇસી 51 ટકા (રૂ. 4,743 કરોડ) પૂર્ણ કરશે. બાકીનાં 49 ટકા રૂ. 4,557 કરોડ સરકાર પાસેથી મળવાની દરખાસ્ત છે, જે એને એક વખત મળશે.

આ રોકાણ પછી આઇડીબીઆઈ બેંક પોતાની રીતે મૂડીમાં વધારો કરવા સક્ષમ બનશે એવી અપેક્ષા છે અને આગામી વર્ષમાં કોઈક સમયે આરબીઆઈનાં પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (પીસીએ) માળખાગત કાર્ય રજૂ કરશે એવી અપેક્ષા છે. આ રોકડ તટસ્થ ઉમેરણ રિકેપ બોન્ડ્સ મારફતે ઉમેરાશે એટલે સરકાર બેંકનું મૂડીકરણ કરશે અને બેંક એ જ દિવસે સરકાર પાસેથી રિકેપ બોન્ડની ખરીદી કરશે, જેથી લિક્વિડિટી કે ચાલુ વર્ષનાં બજેટ પર કોઈ અસર નહિં થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.