મંત્રીશ્રી અમિતભાઇ શાહના સંભવિત કાર્યક્રમના આયોજન અંગે પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/DSC_0874.jpg)
ગોધરા,પંચમહાલ જિલ્લામાં ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી ના ઓકિસજન પ્લાન્ટ અને પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના નવનિર્મિત ભવનના લોકાર્પણ સમારોહના સંભવિત કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ પધારનાર છે.
જે કાર્યક્રમના સુચારું આયોજન માટે પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી તેમજ પંચામૃત ડેરીના મેનેજીંગ ડીરેકટરશ્રી મીતેષ મહેતા અને પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના મેનેજીંગ ડીરેકટરશ્રીની ઉપસ્થતિમાં જિલ્લાના સંબધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાએ ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી ના ઓકિસજન પ્લાન્ટ અને પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના નવનિર્મિત ભવનના લોકાર્પણ સમારોહના સુચારું આયોજન અંગે પંચામૃત ડેરીના મેનેજીંગ ડીરેકટરશ્રી, પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના મેનેજીંગ ડીરેકટરશ્રી તેમજ જિલ્લાના સંબધિત અધિકારીશ્રીઓ સાથે કાર્યક્રમ સંબધિત આયોજન અંગેની જાણકારી મેળવી.
તે સંદર્ભે કરવાની થતી કામગીરી માટે ચર્ચા વિચારણા કરી જરૂરી સલાહ સુચન કરી આ કાર્યક્રમને સુપરે પાર પાડવા માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી કામગીરી કરવા જણાવ્યું હતું.