મંથલી એનિવર્સરી પર પતિ પાસે ઈન્દોર પહોંચી કેટરિના
મુંબઈ, બોલિવુડ એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફ ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ લગ્ન કર્યા હતા. આજે એટલે કે ૯ જાન્યુઆરીએ કપલના લગ્નને એક મહિનો થયો છે. વિકી-કેટરિના આજે પોતાની પહેલી મંથલી વેડિંગ એનિવર્સરી ઉજવી રહ્યા છે. કેટરિનાએ પતિ સાથેની સુંદર સેલ્ફી શેર કરીને ફેન્સનો દિવસ સુધારી દીધો છે.
વિકી કૌશલ હાલ ઈન્દોરમાં આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, કેટરિના કૈફ વિકીને મળવા માટે ઈન્દોર પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા જ કેટરિના એરપોર્ટ પરથી રવાના થતી જાેવા મળી હતી. હવે તેણે પતિ સાથેની સુંદર સેલ્ફી શેર કરી છે. કેટરિનાએ તસવીર શેર કરતાં લખ્યું, “એક મહિનાની શુભેચ્છા મારા? તસવીરમાં બંને ખુશ દેખાઈ રહ્યા છે.
કેટરિનાએ બ્લેક રંગનું ટેન્ક ટોપ પહેર્યું છે. જ્યારે વિકી બ્લૂ ટી-શર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો છે. કેટરિનાએ આ તસવીર શેર કરતાં જ વિકી કૌશલે કોમેન્ટ કરી હતી. તેણે લખ્યું, હેપી હેપી માય. વિકી-કેટના લગ્નમાં હાજર રહેલી એક્ટ્રેસ નેહા ધૂપિયાએ કોમેન્ટ કરતાં લખ્યું, હેપી હેપી સુંદર કપલ? અમે તમને પ્રેમ કરીએ છીએ.
નેહા ઉપરાંત વાણી કપૂર, રણવીર સિંહ, અનિતા શ્રોફ, ઝોયા અખ્તર, હર્ષદીપ કૌર વગેરે જેવા સેલેબ્સે કોમેન્ટ કરીને વિકી-કેટરિનાને શુભકામના આપી હતી. ફેન્સ પણ કોમેન્ટ કરીને બંને પર પ્રેમ વરસાવી રહ્યા છે. વિકી કૌશલે પણ સંગીત સેરેમનીની તસવીર પહેલી મંથલી એનિવર્સરી પર શેર કરી છે.
તસવીરમાં વિકી અને કેટરિના ડાન્સ કરતાં જાેવા મળી રહ્યા છે. તસવીર શેર કરતાં વિકીએ લખ્યું, ‘ફોરએવર ટુ ગો.’ તસવીરમાં કેટરિના પિંક લહેંગામાં જ્યારે વિકી બ્લૂ રંગના કૂર્તામાં જાેવા મળે છે. વિકી કૌશલ અને કેટરિના કૈફ ૯ ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલા સિક્સ સેન્સિસ ફોર્ટમાં લગ્ન કર્યા હતા.
કપલના રોયલ વેડિંગમાં તેમના પરિવારજનો ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એકદમ અંગત મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્ન બાદ વિકી અને કેટરિના હનીમૂન માટે માલદીવ્સ ગયા હતા. ટૂંકા હનીમૂન બાદ તેઓ મુંબઈ પાછા આવ્યા હતા અને જૂહુમાં પોતાના નવા ઘરે શિફ્ટ થયા હતા. આ જ નવા ઘરમાં તેમણે મિત્રો સાથે ન્યૂયર પણ સેલિબ્રેટ કર્યું હતું.SSS