Western Times News

Gujarati News

મંદાકિની બોલ્ડ સીન આપ્યા બાદ ખૂબ જ ચર્ચામાં આવી

મુંબઈ: એક્ટ્રેસ મંદાકિની ૧૯૮૫માં આવેલી રામ તેરી ગંગા મેલી ફિલ્મથી રાતો રાત ચર્ચામાં આવી હતી. ફિલ્મમાં મંદાકિનીનો એક બોલ્ડ સીન હતો. જેના કારણે ફિલ્મ જગતમાં ધૂમ મચી હતી. ફિલ્મના એક ગીત તુજે બુલાએં મેરી બાહેંમાં પાતળી સફેદ સાડીમાં મંદાકિનીને જાેવા માટે લોકોએ આ ગીતનો વીડિયો ઘણીવાર જાેયો. એજ મંદાકિની જેને જાેઈને અંડરવર્લ્‌ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પણ તેના પર મોહી ગયો હતો. અને પછી મંદાકિનીને દાઉદ પોતાની સાથે જ રાખવા લાગ્યો.

એ પ્રકારે ધીરે ધીરે આ રૂપસુંદરી રૂપેરી પડદાથી દૂર થઈ ગઈ. એક સમયે જ્યારે મંદાકિનીને કમુખ સીન બદલ તેને પછતાવો છે કે નહિ તે અંગે પુછવામાં આવ્યું હતું. જેના પર મંદાકિની સામો સવાલ કર્યો હતો કે, કેવો પછતાવો? આ મારી ખુશનસીબી છે કે મને આ સીન માટે લોકો યાદ કરે છે. એ અલગ વાત છે કે કોઈ સારું કહે છે. તો કોઈ મજાક ઉડાવે છે. પરંતું, મને આનાથી ફર્ક નથી પડતો. મંદાકિનીએ કહ્યું કે, રાજકપૂર સાથે ફિલ્મ કરવા મળી તે મોટી વાત છે. અને તેનાથી મોટી ખુશી મારા માટે કોઈ નથી.

તમને જણાવી દઈએ કે, અંડરવર્લ્‌ડ ડોન દાઉદની સાથે રિલેશન હોવાના કારણે પણ મંદાકિની ચર્ચામાં રહી હતી. બંનેની એકસાથેના ફોટો પણ મીડિયામાં ખૂબ આવી. એવું કહેવામાં આવે છે તે મંદાકિવી જ્યારે પણ દુબઈ જતી ત્યારે, તે દાઉદના વીલામાં રહેતી. રાજ કપૂરની ફિલ્મ રામ તેરી ગંગા મેલીમાં સફેદ સાડી પહેરીને ધોધમાં નહાવાવાળી આ હિરોઈનના લોકો દિવાના થયા હતા. મંદાકિનીએ ૧૯૯૦માં મર્ફી રેડિયો વેંચવાળા સાથે લગ્ન કર્યા હતા. ડૉ. કાગ્યુર ટી રિનપોચે ઠાકુર ૧૯૭૦, ૧૯૮૦માં મર્ફી રેડિયોની પ્રિન્ટ એડમાં આવતા હતા. બર્ફી ફિલ્મમાં આ જ મર્ફી છોકરાનું નામ આવે છે. ઠાકુરએ બાદમાં બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો અને બૌદ્ધ ભિક્ષુ બન્યા હતા. પછી મંદાકિનીના પતિ પણ બન્યા. તેમ છતા તેમણે ધાર્મિક રસ્તો નહોતો છોડ્યો. આ બંનેના ૨ બાળકો થયા. છોકરાનું નામ રબ્બિલ અને છોકરનું નામ રાબ્જે. રબ્બિલનું ૨૦૦૦માં એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.