મંદિરમાં દિવ્ય નારિયેળ ભક્તે ૬.૫ લાખમાં ખરીદ્યુ

બેંગ્લુરૂ, ભારતમાં લોકોને ભગવાનને લઈને ઘણી શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે. આવી જ ભક્તિને લઈને એક ઘટના કર્ણાટકમાં સામે આવી છે. કર્ણાટકના એક મંદિરમાં એક વ્યક્તિને એક ભાગ્યશાળી નારિયેળ પર હાથ રાખવાનો અવસર મળ્યો તો તેણે ૬.૫ લાખમાં બોલી લગાવીને તેને ખરીદી લીધુ. આ મંદિર બગલકોટ જિલ્લાના જમખંડી નામના કસ્બા નજીક ચિક્કાલકી ગામમાં સ્થિત છે.
નારિયેળને ખરીદનાર શખ્સ વિજયપુરા જિલ્લાના ટિક્કોટા ગામના રહેવાસી એક ફળ વિક્રેતા છે. એક રિપોર્ટ અનુસાર આ મંદિરમાં શ્રાવણ મહિનાના અંતિમ દિવસે નારિયેળની નીલામી કરવામાં આવે છે અને આ નિલામીમાં ભક્ત ભાગ લે છે. તે હરાજીમાંથી એક નારિયેળ ખરીદવામાં આવ્યુ છે.
આ નીલામીમાં કેટલાક ભક્તોએ બોલી લગાવી અને સૌથી વધારે બોલી લગાવનાર શખ્સે આને ખરીદીને સૌને મુશ્કેલીમાં મૂકી દીધા. અન્ય કોઈ પણ વ્યક્તિ ફળ વિક્રેતા મહાવીર હરકેની બોલી નજીક પહોંચી શક્યુ નહીં. ભગવાન મલિંગરાયને શિવના નંદીનુ એક રૂપ માનવામાં આવે છે અને તેમની પાસે રાખેલુ આ નારિયેળ તેમના ભક્તો માટે સૌથી વધારે માગનારૂ છે.
આ નારિયેળને દિવ્ય માનવામાં આવે છે અને એવુ માનવામાં આવે છે કે જે પણ આને પ્રાપ્ત કરશે તેની માટે આ સૌભાગ્ય લાવે છે.મંદિર વહીવટીતંત્ર ઘણા લાંબા સમયથી આવા જ નારિયેળની હરાજી કરી રહ્યુ છે પરંતુ બોલી ક્યારેય ૧૦૦૦૦ રૂપિયાની કિંમતને પણ પાર કરી શકી નથી. જાેકે, આ વર્ષે વસ્તુ ઘણી બદલાઈ ગઈ છે.HS