મંદિરમાં પત્તા રમવાની ના પાડતાં શખ્શોએ પથ્થરમારો કર્યો
મેધાણીનગરની ઘટનાઃ એક જ ચાલીના રહીશો વચ્ચે ઝઘડો થયો
અમદાવાદ: મેધાણીનગરમાં આવેલી એક ચાલીમાં મંદિરમા પત્તા રમવાની ના પાડતાં શખ્શોએ એકઠાં થઈને એક વ્યક્તિ ઉપર હિંસક હુમલો કરી દિધો હતો ઉપરાંત અન્ય કેટલાંક યુવકોએ પણ પથ્થરમારો કરતાંવ્યક્તિઉપરાંત તેના પરીવાર જનો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા આ ઘટનાને કારણે અફરા તફરી મચી ગઈ હતી બાદમા પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી.
લક્ષ્મણભાઈ મારવાડી ગાયત્રીનગરનાં છાપરામાં પતરાવાળી ચાલી ખાતે ચમનપુરામાં રહે છે તેમનાં ઘરની બાજુમાં મહાકાળી મંદિર આવેલુ છે રવિવારે લક્ષ્મણભાઈ મંદિરમાં દિવાબત્તી કરવા ગયા ત્યારે સ્થાનિક શખ્શો જીતેનરામા મારવાડી આકાશ રામા મારવાડી અને અમરત મંદિરના ઓટલે પતા રમતા હતા
જેથઈ લક્ષ્મણભાઈ મંદિર હોવાથી આવી પ્રવૃત્તિ અહીયા ન કરવાનું કકહેતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને અચાનક જ પચાસ વર્ષીય લક્ષ્મણભાઈ ગડદાપાળુનો માર મારી લોખંડની પાઈપ મારતા તે લોહીલુહાણ થઈ ગયા હતા ઘટનાને પગલે ચાલીના રહીશો પણ એકઠા થયા હતા અને લક્ષ્મણભાઈના પરીવારજનો પણ આવી જતા આકાશ તથા અમરત ધાબા ઉપર ચડી જઈને પથ્થરમારો કરવા લાગ્યા હતા જેને પગલે ભાગમભાગ થતા અફરાતફરી મચી ગઈ હતી અને લક્ષ્મણભાઈ તથા પરીવારનો ઘાયલ થયા હતા બાદમાં તેમને જાનથી મારી નાખવાનું ધમકી આપી હતી ઘાયલોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.