મંદિરમાં યોજાયેલા “BJP સંગમ કાર્યક્રમ”માં કોંગ્રેસના 200થી વધુ કાર્યકર્તાએ ભાજપનો ખેસ ધારણ કર્યો
પાલનપુરના ભૂતપૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં જોડાયા
પાલનપુર, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. મહેશ પટેલ બે ટર્મથી કોંગ્રેસમાં પાલનપુરના ધારાસભ્ય રહી ચુકયા હતા. ર૦રરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અનિકેત ઠાકર સામે તેમની હાર થઈ હતી. જોકે તેમના ભાજપ પ્રવેશની વાતો પાછલા અઢી ત્રણ વરસથી થઈ રહી હતી.
અનેકવાર કોંગ્રેસના કાર્યક્રમોમાં તેમની ગેરહાજરી જોવા મળતી હતી. કોંગ્રેસમાંથી લોકસભાની ટિકિટ મળશે તેવી પ્રબળ ઈચ્છા પર પાણી ફરી વળ્યું અને નારાજ થતાં કોંગ્રેસ છોડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અગાઉ ધાનેરાના પુર્વ ધારાસભ્ય જોઈતા પટેલ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. દરમિયાન ગાંધીનગર ખાતે મહેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં જયારે મોદીએ વિકાસની યાત્રા ચાલુ કરી હતી તેનો હું સાક્ષી છું,
આજે દેશ અને દુનિયામાં ભારત દેશનું નામ ગુંજતું કર્યું છે ગૌરવ અપાવ્યું છે. અમીરગઢના પંચમુખી હનુમાન મંદિર ખાતે સોમવારે ભાજપ સંગમ કાર્યક્રમમાં કોંગ્રેસના ર૦૦ થી વધુ કાર્યકર્તા ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.