મંદિરા બેદીએ વર્લ્ડ કપના સંચાલનના પડકારો વિશે વાત કરી
ક્રિકેટમાં મહિલા ટીમ હોવા છતાં ક્રિકેટ દરમિયાન સંચાલન કે કોમેન્ટરી અને અમ્પાયરિંગના ક્ષત્રને હંમેશા પુરુષોનું ક્ષેત્ર માનવામાં આવતું હતું
‘ક્રિકેટર્સ મારી એટલી અવગણના કરતાં કે હું માથું નીચું કરીને રડતી’
મુંબઈ,ક્રિકેટમાં મહિલા ટીમ હોવા છતાં ક્રિકેટ દરમિયાન સંચાલન કે કોમેન્ટરી અને અમ્પાયરિંગના ક્ષત્રને હંમેશા પુરુષોનું ક્ષેત્ર માનવામાં આવતું હતું. એ વખતે મંદિરા બેદીએ ક્રિકેટમાં સંચાલનની શરૂઆત કરી હતી. મંદિરા બેદીએ ટીવી પર ‘શાંતિ’ સિરીયલથી પોતાના એક્ટિંગ કૅરિઅરની શરૂઆત કરી હતી. તેણે જ્યારે વર્લ્ડ કપમાં સંચાલન શરૂ કર્યું ત્યારે પણ ઘણી ચર્ચાઓ થઈ હતી. આજે મંદિરા ટીવી અને ફિલ્મ અને એન્કર તેમજ હોસ્ટિંગમાં ૩૦ વર્ષની સફર પૂરી કરી ચૂકી છે. આ ઉપરાંત તેણે ક્રિકેટ વર્લ્ડ કપની પૅનલ ડિસ્કશનમાં પણ ભાગ લેતી હતી.
તો તાજેતરના એક ઇન્ટર્વ્યુમાં મંદિરાએ વિસ્તારપૂર્વક વાત કરી હતી કે કઈ રીતે તેની દિગજ ક્રિકેટર્સ દ્વારા અવગણના કરવામાં આવતી હતી. ક્રિકેટ પૅનલમાં એક માત્ર મહિલા હોવાના પોતાના દયાજનક અનુભવો વિશે વાત કરતા જણાવ્યું કે, “એ સરળ નહોતું, કારણ કે તેમની વચ્ચે પૅનલમાં ક્યારેય કોઈ મહિલા બેઠી જ નહોતી. તેથી મારી ડાબે અને જમણે જે દિગ્ગજો બેઠેલાં હતાં એ ખાસ કરીને તેમની વચ્ચે એક મહિલા બેઠી હોય તેવું ઇચ્છતા નહોતા.
હું કોઈ પ્રશ્ન પૂછીશ, તો મારા ઘણા પ્રશ્નો ઘણા બાલીશ કે લેવા દેવા વિનાના કે મૂર્ખામીભર્યા હશે, પણ મને એવું સમજાવવામાં આવ્યું હતું, ‘તમારા મનમાં જે આવે એ પ્રશ્નો પૂછો. તમારા મનમાં જે હોય એ કશું જ અયોગ્ય નથી, બેધડક પૂછી લે.’ તો મારા મનમાં જે પ્રશ્નો છે, તે ઘરમાં બેસીને જોતાં ઘણા લોકોના પ્રશ્નો હોઈ શકે છે. હું ત્યાં કોઈ નિષ્ણાત તરીતે નથી બેઠી, હું ત્યાં દેશના સામાન્ય લોકોનું પ્રતિનિધિત્વ કરું છું.” મંદિરાએ આગળ જણવ્યું, “હું માથું નીચે કરીને રડી પડતી, મારી ડાબે બેઠેલાં કી લોકો કહેતાં, ‘હું જઈને કાફી લઈ આવું છું.
તમે કાફી પીશો?’ અને ત્યાંથી ચાલ્યા જતા હતા. હું ખૂબ જ દયનીય હાલતમાં હતી અને એક અઠવાડિયા સુધી કોઈએ મને કશું જ ન કહ્યું. હું ભૂલો કરતી, અચકાતી, નર્વસ થઈ જતી, મને ક્યાંયથી કોઇનો કંઈ સહકાર જ નહોતો મળતો. મારી સાથે બીજા પણ એક હોસ્ટ હતા. એના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવતું હતું.” મંદિરાએ ૧૯૯૪થી ૧૯૯૮ દરમિયાન ‘શાંતિ’માં કામ કર્યું હતું.
તેની પહેલી બાલિવૂડ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે(૧૯૯૫)’ હતી, ત્યાર બાદ તેણે ૨૦૦૪માં ‘શાદી કા લડ્ડૂ’, ૨૦૦૭માં ‘દસ કહાનિયાં’, ૨૦૧૭માં ‘ઇત્તેફાક’, ૨૦૧૮માં ‘વોડકા ડાયરીઝ’, ૨૦૧૯માં ‘તાશ્કંત ફાઇલ્સ’ અને ૨૦૧૯માં ‘સાહૂ’માં કામ કર્યું છે. તાજેતરમાં જ તે નેટફ્લિક્સની ફિલ્મ ‘ધ રેલવે મેન’માં જોવા મળી, જેમાં કેકે મેનન, બાબિલ ખાન, આર માધવન, બોમન ઇરાની અને દિવ્યેંદુ શર્માએ કામ કર્યું હતું.ss1