મંદિરા બેદી રાજ કૌશલની જન્મતિથિ પર ભાવુક થઈ
રાજ-મંદિરાના બે સંતાનો છે, એક દીકરાનું નામ વીર છે અને બીજાનું નામ તારા છે, ૩૦ જૂને રાજનું નિધન થયું હતું
મુંબઈ, પતિના નિધન બાદ એક્ટ્રેસ મંદિરા બેદી ફરી પોતાનું જીવન શરૂ કરી રહી છે. થોડા દિવસ પહેલા જ મંદિરા બેદીએ આગામી પ્રોજેક્ટ માટે શૂટિંગ શરૂ કર્યું હતું. આજે (૧૫ ઓગસ્ટ) મંદિરાના સ્વર્ગસ્થ પતિ રાજ કૌશલની જન્મતિથિ છે.
મંદિરાએ રાજની જન્મતિથિ પર સુંદર તસવીર શેર કરીને તેને યાદ કર્યો છે. મંદિરાએ પતિ સાથેના સુખદ દિવસોની તસવીર શેર કરતાં જણાવ્યું કે, ૧૫ ઓગસ્ટનો દિવસ હંમેશા ઉજવણી બની રહેતો. “૧૫ ઓગસ્ટઃ અમારા માટે હંમેશા ઉજવણી હતો. સ્વાતંત્ર્ય દિન અને રાજનો જન્મદિવસ.
હેપી બર્થ ડે રાજી. અમે તને ખૂબ યાદ કરીએ છીએ અને આશા છે કે તું અમને જાેતો હોઈશ અને હંમેશા રાખતો હતો અમે અમારું ધ્યાન રાખીશ. આ ખાલીપો ક્યારેય નહીં ભરાય. આશા છે કે, તું સારા સ્થાને હોઈશ. શાંત અને પ્રેમથી ઘેરાયેલો હોઈશ.
મંદિરાએ આ તસવીર શેર કરતાંની સાથે જ મનોરંજન જગતના તેના મિત્રો મૌની રોય, માનસી સ્કોટ, ગુલ પનાગ, હંસિકા મોટવાણી અને અન્યોએ હાર્ટ ઈમોજી દ્વારા કોમેન્ટ કરીને મંદિરા પર પ્રેમ વરસાવ્યો હતો. આ સાથે જ ફેન્સે પણ મજબૂત રહેજે અને તમારા માટે પ્રાર્થના કરીએ છીએ જેવી કોમેન્ટ્સ કરી હતી.
રાજના નિધનના થોડા દિવસ બાદ મંદિરાએ સોશિયલ મીડિયા પર તેની સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરીને લખ્યું હતું, એકબીજાને ઓળખવાના ૨૫ વર્ષ. ૨૩ વર્ષનું લગ્નજીવન..બધી જ પીડાઓ સાથે વેઠીને અને દરેક ઉતાર-ચડાવમાં સાથે રહ્યા. ઉલ્લેખનીય છે કે, ૩૦ જૂનના રોજ હાર્ટ અટેકના કારણે ડાયરેક્ટર રાજ કૌશલનું ૪૯ વર્ષની વયે નિધન થયું હતું.
રાજ અને મંદિરાએ ૧૯૯૯માં લગ્ન કર્યા હતા. તેમનો ૯ વર્ષનો દીકરો છે વીર. જ્યારે ગત વર્ષે જુલાઈ મહિનામાં રાજ-મંદિરાએ દીકરી દત્તક લીધી હતી અને તેનું નામ તારા છે. થોડા દિવસ પહેલા જ મંદિરાએ તારાનો પાંચમો બર્થ ડે ઘરે સાદગીથી ઉજવ્યો હતો.