Western Times News

Gujarati News

મંદિર નિર્માણ ફંડ માટે ૬૦ કરોડ લોકોનો સંપર્ક કરાશે

અયોધ્યા, રામ મંદિરના નિર્માણ માટે જાેરદાર તૈયારી શરુ થઈ ગઈ છે. ચર્ચા છે કે તેના માટે ૧૦૦ કરોડ રુપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. મંદિર નિર્માણ માટે ૬૦ કરોડ લોકોનો સંપર્ક કરીને પૈસા એકત્ર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના આ અભિયાનને સફળ બનાવવા માટે વીએચપી અને સંઘ પરિવારના તમામ મુખ્ય સંગઠનોને જાેડવામાં આવી રહ્યા છે. વીએચપીના સૂત્રોના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં આ અભિયાનનો પ્લાન તૈયાર છે. તેમાં હવે સંગઠન સાથે જાેડાયેલા લોકોને જવાબદારી અપાઈ રહી છે.

જિલ્લા, નગર, બ્લોકથી લઈને ગ્રામ પંચાયતો સુધી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિઓની રચના કરાઈ રહી છે, જે સંપૂર્ણ પારદર્શકતા સાથે મંદિર માટે ધન એકત્ર કરશે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, દાન રાશિનું સંપૂર્ણ વિવરણ મંદિર ટ્રસ્ટ ઓનલાઈન પણ આપશે.

ધન સંગ્રહમાં કોઈ ઠગાઈ ના થાય તે માટે પણ ટ્રસ્ટીઓ પૂર્ણ સતર્કતા વર્તી રહ્યા છે. ૧૦ રુપિયા, ૧૦૦ રુપિયા અને એક હજાર રુપિયાની કૂપનો પણ છપાવીને તૈયાર રખાઈ છે, જે ધન સંગ્રસ સમિતિના પ્રમુખોને ૧૫ જાન્યુઆરી સુધી વહેચી દેવાશે. આ જનસંપર્ક અભિયાન ૧૫ જાન્યુઆરી મકર સંક્રાતિથી શરુ થશે અને ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલશે.

એવું પણ કહેવાઈ રહ્યું છે કે સંઘ પરિવારના લગભગ ૧૦ હજાર કાર્યકર્તાઓ આ અભિયાન સાથે જાેડાશે. ભાજપના મંત્રી કમલેશ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, આ અભિયાનમાં આજની યુવા પેઢીને રામ મંદિર આંદોલનની ગાથાની જાણકારી આપવા માટે પત્રકો સાથે રામ મંદિરના મોડેલનું ચિત્ર પણ સોંપવામાં આવશે. તેની સાથે સમર્પિત કાર્યકર્તાઓનું જન સંગ્રહનું કામ પણ પૂર્ણ થશે.

એવું કહેવાઈ રહ્યું છે કે અયોધ્યામાં જિલ્લા અને મહાનગર ઉપરાંત સંગઠન સ્તર પર ૧૫ નગરો, ૮૯ કોલોની, ૧૧ બ્લોક અને ૮૦૦ ગ્રામ પંચાયત સ્તર પર ૨૧થી લઈને ૧૧ સભ્યોની ધન સંગ્રહ સમિતિઓ બનાવાઈ છે. જેના પ્રમુખોની સાથે બે અન્ય સભ્ય સાથે જઈને પરિવારો પાસેથી સહયોગ રાશિ કૂપનો અથવા ૧ હજારથી વધુ રકમના ચેક હાંસલ કરશે. તેને કાર્યાલયમાં રોજેરોજ જમા કરાશે. જિલ્લામાં ૩૦ લાખ પરિવારોનો સંપર્ક કરવાનો ટાર્ગેટ રખાયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.