મંદિર નિર્માણ માટે માતા દુર્ગાએ મને પસંદ કરીઃ કંગના
મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી કંગના રનોટ હંમેશા વિવાદમાં રહે છે. સાથે જ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કંગના પોતાની પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. ખેડૂત આંદોલનના વિરોધમાં ટિ્વટ કર્યા બાદ હવે ફરીથી કંગનાએ એક ટિ્વટ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
કંગનાએ ટિ્વટ કરતાં કહ્યું કે, તે એક વિશાળ મંદિરનું નિર્માણ કરવા અંગે વિચારી રહી છે. સાથે જ તેણે કહ્યું કે, આ સારા કામ માટે મા દુર્ગાએ તેની પસંદગી કરી છે. તેની આ પોસ્ટ પર લોકોના રિએક્શન શરૂ થઇ ગયા છે.
કંગના રનોટે તેની એક તસવીર સાથે ટિ્વટ કર્યું છે. આ તસવીરમાં દેવીની મૂર્તિ નજરે પડે છે. તેણે લખ્યું છે કે, મા દુર્ગાએ મને તેમનાં મંદિરનાં નિર્માણ માટે પસંદ કરી છે. અમારા પૂર્વજાેએ અમારા માટે જે બનાવ્યું છે, તેને આપણે આગળ વધારીશું. તે અમારા આ ભાવને સ્વીકારશે. કોઇ દિવસ હું આવું મંદિર બનાવવાં ઇચ્છું છું જે ખૂબ જ સુંદર હોય અને ત્યાં માનો મહીમા હોય. તે આપણી સભ્યતા માટે હશે. જય માતા દી.
કંગનાની આ પોસ્ટ પર લોકોના રિએક્શન જાેવા મળી રહ્યાં છે. જ્યાં કેટલાંક લોકો કંગનાનાં પગલાનાં વખાણ કરી રહ્યાં છે, તો કેટલાંક તેની પર કટાક્ષ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કંગના રનોટ ખેડૂત આંદોલન વિરુદ્ધ ટિ્વટ્સ અંગે ચર્ચામાં આવી હતી. દિલજીત દોસાંજ અને હિમાંશી ખુરાનાની સાથે તેનું ટિ્વટ યુદ્ધ સામે આવ્યું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના તેની ‘થલાઇવી’ની શૂટિંગ મોટાભાગે પૂર્ણ કરી ચૂકી છે અને ફિલ્મ ‘ધાકડ’ માટે તૈયારીઓ કરી રહી છે.HS