મંદિર નિર્માણ સાથે દેશમાં આવશે રામ રાજ્ય: બાબા રામદેવ
અયોધ્યા, અયોધ્યામાં આજે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કાર્યક્રમ પહેલા યોગ ગુરુ બાબા રામદેવ આજે સવારે હનુમાનગઢી પહોંચ્યા હતાં. દર્શન કર્યા બાદ તેમણે કહ્યુ, આજનો દિવસ ઐતિહાસિક છે, આ તેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે, મને પૂરો ભરોસો છે કે રામ મંદિરના નિર્માણ સાથે દેશમાં રામ રાજ્ય સ્થાપિત થઈ જશે. ઉલ્લેખનીય છે કે આજના ભવ્ય કાર્યક્રમ માટે ૧૭૫ પ્રતિષ્ઠિત અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના વાયરસના ખતરાને જોતા સીએમ યોગી આદિત્યનાથને અપીલ કરીને કહ્યુ છે કે જે લોકોને નિમંત્રણ મોકલવામાં આવ્યુ છે, માત્ર તે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા.
તમને જણાવી દઈએ કે મંગળવારે મંદિરના પ્રસ્તાવિત માૅડલના ફોટા જારી કરવામાં આવી છે મંદિરની આ ડિઝાઈન નિખિલ સોમપુરાએ તૈયાર કરી છે. હવે મંદિરમાં ત્રણની જગ્યાએ પાંચ ગુંબજ હશે, આનાથી તેની લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ વધી જશે. ગુજરાતમાં સોમનાથ મંદિરનુ નિર્માણ કરનાર આર્કિટેક્ટ પરિવારના ચંદ્રકાંત સોમપુરાને રામ મંદિરના માૅડલ અને ડિઝાઈન તૈયાર કરવાની જવાબદારી મંદિર આંદોલનના નાયક કહેવાતા અશોક સિંઘલને સોંપી હતી. મંદિરની આ નવી ડિઝાઈનને ચંદ્રકાંત સોમપુરાના દીકરા નિખિલ સોમપુરા અને આશીષ સોમપુરાએ તૈયાર કરી છે.