Western Times News

Gujarati News

મંદીના માહોલમાં ચીની ઓટો કંપનીઓ રોકાણ માટે સુસજ્જ

કાર બનાવનાર મોટી કંપનીઓ હાલ રોકાણ કરવાને લઇને ખચકાટ અનુભવે છે ત્યારે ચીનની મોટી કંપનીઓ તૈયાર

નવી દિલ્હી, કાર બનાવનાર દેશની મહાકાય કંપનીઓ પણ આર્થિક સુસ્તીના માહોલમાં જંગી રોકાણ કરવાને લઇને ખચકાટ અનુભવ કરી રહી છે ત્યારે ચીનની કંપનીઓ ભારતમાં જંગી રોકાણ કરવા માટે તૈયાર છે. પ્રાપ્ત માહિતી મુજબ ચીનની ઓટો કંપનીઓ ભારતમાં ૩૫૦૦૦ કરોડનુ જંગી રોકાણ કરવા માટે તૈયાર છે. ઇલેક્ટ્રોનિક વાહનો પર દાવ લગાવી દેવા માટે ઇચ્છુક છે. ચીનની જે કંપનીઓ ભારતમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે તેમાં ગ્રેટ વાલ મોટસ, બીવાઇડી ઓટો, ગિલી ઓટોમોટિવ, ચેરી ઇન્ટરનેશનલ અને ચેંન્ગેન ઓટોનો સમાવેશ થાય છે.

ચીનની કંપનીઓને ભારતીય ઓટો માર્કેટમાં અનેક તકો દેખાઇ રહી છે. ચીનની કંપનીઓ ભારતીય ઓટો ઇન્ડસ્ટ્રીઝને દુનિયામાં સૌથી તેજ ગતિથી વધનાર બજાર તરીકે ગણે છે. આ જ કારણસર દુનિયાની કંપનીઓ ભારતમાં એન્ટ્રી કરવા માટે ખુબ ખુશ છે. છેલ્લા કેટલાક સમયથી ગાડીઓના સતત ઘટતા જતા વેચાણના કારણે ઓટો કંપનીઓની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે. દેશની મોટી કાર કંપનીઓ રોકાણ કરવાને લઇને હાલમાં ઇચ્છુક નથી ત્યારે ચીનની કંપનીઓ દ્વારા જે રીતે ઉત્સાહ દર્શાવવામાં આવી રહ્યો છે તે જોતા સ્થિતિ સુધરવાના સંકેત દેખાઇ રહ્યા છે.

ઓછામાં ઓછી અડધા ડઝન ચીનની ઓટો કંપનીઓ આગામી ત્રણથી પાચં વર્ષમાં ભારતમાં પાંચ અબજ ડોલરનુ અથવા તો ૩૫૦૦૦ કરોડનુ રોકાણ કરવા માટે ઇચ્છુક છે. તે પોતાના વેન્ડરની સાથે મળીને ભારતમાં આ રોકાણ કરનાર છે. એમજી મોટર અને બીવાઇડી પહેલાથી જ ભારતમાં રોકાણ કરી રહી છે. ગ્રેટ વાલ મોટર્સ , ચેન્ગેન અને બેઇકી ફોટોન ટુંક સમયમાં જ દેશમાં ફેક્ટરી લગાવનાર છે. ગીલી અને ચેરી જેવી મોટી કંપનીઓ પણ ગ્લોબલ પ્લાનમાં ભારતને સામેલ કરી રહી છે. એમજી મોટરે ભારતમાં બીજા તબક્કાના રોકાણની યોજના ધરાવે છે.

ગ્રેટ વાલ અને ચેન્ગેન જેવી કંપનીઓ છેલ્લા બે ત્રણ વર્ષથી ભારતીય બજારમાં અભ્યાસ કરી રહી છે. બીવાઇડી બસ ઉપરાંત ઇલેક્ટ્રોનિક વાહનો પર દાવ લગાવવા માટે તૈયાર છે. ભારતીય બજારોને લઇને અભ્યાસની કામગીરી ચાલી રહી છે. બીજી બાજુ ભારતીય કંપનીઓ રોકાણ કરવાને લઇને ખટકાટ અનુભવ કરી રહી છે. એમએએન ટ્રક્સની માલિકી હકવાળી સિનોટ્રક અને મુંબઇની ટોનલી એવી અડધા ડઝન જેટલી કંપનીઓમાં સામેલ છે જે જે ભારતના ઓટો બજારમાં આશરે પાંચ અબજ ડોલરનુ રોકાણ કરવા માટે તૈયાર છે. ખાસ બાબત એ છે કે ચીનની ઓટો કપનીઓ એવા સમયમાં ભારતમાં એન્ટ્રી કરવા માટે ઇચ્છુક છે જ્યારે ભારતીય કંપનીઓ નવા રોકાણ કરવાને લઇને ખચકાટ અનુભવ કરી રહી છે. ઇલેક્ટ્રોનિક વાહનો પર દાવ લગાવનાર મોટી કંપનીઓ ભારે આશાવાદી બનેલી છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે એમજી મોટર્સ ઈન્ડિયા ભારતમાં પોષાય તે પ્રકારના ઇલેક્ટ્રોનિક વાહન લાવવા માટે ઇચ્છુક છે.

કંપની ભારતના ઇવી માર્કેટમાં લીડરશીપ હાંસલ કરવા માટે ઇચ્છુક છે. કંપની ભારતમાં પોતાની પ્રથમ ઇલેક્ટ્રોનિક કાર એમજી લોચ કરવા માટે ઇચ્છુક છે. ભારતમાં સસ્તી કાર ઉપલબ્ધ કરાવવા માટે કંપની પોતાની બેટરી એસેમ્બલી યુનિટની પણ સ્થાપના કરવાની યોજના ધરાવે છે. આના માટેની નિતી પણ તૈયાર કરવામાં આવી રહી છે. સૌથી પહેલા તો ચીનની ઓટો કંપનીઓ વ્યાપક અભ્યાસ અને સર્વેની કામગીરી હાથ ધરવા માટે ઇચ્છુક દેખાઇ રહી છે. તે આધાર પર પછી આગળ વધનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.