મંદીની અસરઃ પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીમાં ૪૦ ટકાનો ઘટાડો
અમદાવાદ, પુષ્ય નક્ષત્ર પ્રસંગે મંગળવારે સોના-ચાંદી બજારમાં ધરાકી જાવા મળશે એવી વેપારીઓને આશા હતી. જાે કે બજારમાં ઘેરીબનતી મંદીની અસરના કારણે પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદીમાં ગત વર્ષ કરતાં ૪૦ ટકાનો ઘટાડો જાવા મળ્યો છે તેમ બજારના વેપારી વર્તુળો જણાવી રહ્યા છે. પુષ્ય નક્ષત્રનો આરંભ થયો હોવાથી બજારમાં લેવાલી નીકળશે. એવી વેપારીઓ આશા રાખીને બેઠા હતા. જા કે મંગળવારે ધાર્યા કરતાં ઓછી ધરાકી જાેવા મળી હતી. દિવાળીના દિવસોમાં ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી ઓછી રહેશે તેવું વેપારીઓનું માનવું છે.
મંદીની અસરને કારણે સોના-ચાંદીના વેચાણમાં ગત વર્ષની તુલનાએ ૪૦ ટકાના વેચાણમાં ઘટાડો જાવા મળ્યો છે. જેના કારણે વેપારી વર્ગ નાખુશ થયો છે. દિવાળીના તહેવારો ટાણે ગત વર્ષ કરતા સોનાના દાગીના બજારમાં માંડ ૩૦ થી પ૦ ટકા ધરાકી જાવા મળી રહી છે. બજારના વેપારી સુત્રોનું કહેવું છે કે ગત વર્ષે પુષ્ય નક્ષત્ર પ્રસગે સોનાનો ભાવ ૩ર હજાર હતો. જે અત્યારે ૩૮ હજારે પહોંચ્યો છે. મંદીની અસરના કારણે લોકોમાં સોનાને બદલે ચાંદીની લગડીનો વેપાર થઈ રહ્યો છે.
સોના-ચાંદી બજારના સુત્રો કહે છે કે દર વર્ષની તુલનાએ આ વખતે ધરાકી ઓછી જાવા મળી રહી છે. સામાન્ય રીતે દિવાળીના તહેવારો અને લગ્નસરાની સિઝન વખતે સોના-ચાંદી બજારમાં ધરાકી નીકળતી હોય છે. આવા પ્રસંગોએ લોકો જૂનં સોનું વેચતા હોય છે અને તેની સામે નવા દાગીના ખરીદવાનું વધુ પસંદ કરતા હોય છે. બજારના વેપારી વર્તુળોએ જણાવ્યુ હતુ કે પુષ્ય નક્ષત્ર જે કાયમી ગ્રાહકો હતા તેઓ એક સમયે પ૦ ગ્રામ જેટલું સોનું ખરીદતા હતા. અલતબત, મંદીના માહોલમાં તેઓ માંડ રપ ગ્રામ જ સોનું ખરીદી રહ્યા છે.