મંદીનો મારઃ મ્યુનિ.ની વ્હીકલ ટેક્ષની આવકમાં ૧૪ ટકાનું તોતિંગ ગાબડું
યોજનાની મુદત લંબાવવા કમિટિના સભ્યોની રજુઆત વ્યાજમાફી યોજના બાદ પ્રોફેશન ટેક્ષમાં ર૦ કરોડની આવક
(એજન્સી) અમદાવાદ, વૈશ્વિક મંદીની અસરથી ભારતીય ઓટોમોબાઈલ સેક્ટર પણ બાકાત રહ્યુ નથી અને તેની અસર મ્યુનિસિપલની વ્હીકલ ટેક્ષની આવક પર પણ વર્તાઈ રહી છે. ચાલુ નાણાણંકીય વર્ષમાં મ્યુનિસિપલની વ્હીકલ ટેક્ષની આવકમાં ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ટેક્ષ ખાતાના સત્તાવાર સુત્રોએ સ્વીકાર્યુ હતુ કે ગત નાણાંકીય વર્ષમાં ઓગષ્ટ સુધીમાં ૩૮.૬૭ કરોડની આવક થઈ હતી. તેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં ઓગષ્ટ સુધીમાં ૩૩.૦૭ કરોડ આવક થઈ છે. આમ, જાઈએ તો પાંચ કરોડ જેટલો જ ફરક છે. પરંતુ ટકાવારીની દ્રષ્ટીએ જાઈએ તો ગત વર્ષની સરખામણીએ આવકમાં ૧૪ ટકાનો ઘટાડો થવા જાય છે.
વ્હીકલ ટેક્ષની આવકમાં ઘટાડા માટે વૈશ્વિક મંદી તેમજ ઓટોમોમબાઈલ સેક્ટરમાં છવાયેલી મંદી કારણભૂત છે. નાગરીકો પણ વધતી જતી મોંઘવારીમાં જરૂરી હોય તો જ વાહન ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. જા કે મ્યુનિસિપલ સતાધીશોને પ્રોપર્ટી ટેક્ષ તથા પ્રોફેશન ટેક્ષની આવકમાં દર વર્ષે થઈ રહેલા વધારાના કારણે વ્હીકલ ટેક્ષની આવકમાં ઘટાડાની બહુ ચિંતા નથી. પ્રોપર્ટી ટેક્ષમાં ગત વર્ષે ૯પ૧ કરોડ આવક થઈ હતી. એની સામે ચાલુ વર્ષે ઓગષ્ટ સુધીમાં ૬૦૩ કરોડ ઉપર આવક થઈ ગઈ છે. તે જાતાં ટેક્ષ ખાતાના કર્મચારીઓને એક હજાર કરોડનો લક્ષ્યાંક પૂરો થઈ જવાની આશા છે.
જ્યારે પ્રોફેશન ટેક્ષમાં ગત વર્ષે ૧૭૪.૩૪ કરોડની આવક થઈ હતી. તેની સામે ચાલુ વર્ષે રાજય સરકારે પ્રોફેશ્ન ટેક્ષની આવકમાં વધારો કરવા માટે વ્યાજમાફી યોજના જાહેર કરતાં ચાલુ નાણાંકીય વર્ષના ઓગષ્ટ સુધીમાં ૩૩.૦૭ કરોડની આવક થઈ ચુકી છે એવી માહિતી આપતા રેવન્યુ કમિટિના ચેરમેન ગૌત્તમભાઈ કથિરીયાએ જણાવ્યુ હતુ કે વ્યાજ માફી યોજનામાં જ ર૦ કરોડની જંગી આવક થઈ છે. અને કમિટિના સભ્યોએ પણ પ્રોફેશન ટેક્ષની યોજનાનો લાભ લેવાથી વંચિત રહેલા વેપારીઓના લાભાર્થેે આ યોજનાને લંબાવવાની લાગણી વ્યક્ત કરી હતી.