મંદીનો માર: જુલાઇમાં 36 ટકા વાહનોનું વેચાણ ઘટ્યું
નવી દિલ્હી, કોરોના વાયરસ રોગચાળાનાં કારણે ઓટોમોબાઇલ સેક્ટર અત્યંત ખરાબ રીતે પ્રભાવિત થયું છે, દેશમાં ઓટોમોબાઇલ રિટેલ ઇન્ડસ્ટ્રીઝની સર્વોચ્ચ સંસ્થા ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિયેશન (FADA) નાં આંકડા મુજબ જુલાઇમાં દેશમાં વાહનોનું વેચાણ ગત વર્ષની તુલનામાં 36 ટકાનો ઘટાડો આવ્યો, આ દરમિયાન ટુ વ્હિલરનાં વેચાણમાં 37.47 ટકા, થ્રી વ્હિલર વાહનોનું વેચાણ 74.33 ટકા કોમર્શિયલ વાહનોનું વેચાણ 72.18 ટકા અને પર્સનલ વ્હિકલનાં વેચાણમાં 25.19 ટકા ઘટાડો આવ્યો છે, જો કે આ વર્ષે જુનની તુલનામાં જુલાઇનાં આંક઼ડા સારા રહ્યા છે.
FADAનું કહેવું છે કે પુરતી રોકડ હોવા છતા બેંક અને એનબીએફસીનું જોખમ લેવાનાં મુડમાં નથી, જેનાથી કોમર્શિયલ, થ્રી વ્હીલર અને ટુ વ્હીલર વાહનોની માંગ પ્રભાવિત થઇ રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારની માંગ વધારવા માટેનાં દરેક ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રોત્સાહન આપવું જોઇએ, અને તાત્કાલીક સ્ક્રેપેજ પોલિસી લાગું કરવી જોઇએ.
ફાડાનાં પ્રેસિડેન્ટ હર્ષરાજ કાલેએ કહ્યું કે દેશ હજું અનલોકની પ્રક્રિયામાં છે, જુનની તુલનામાં જુલાઇનાં આંકડા વધું સારા રહ્યા છે, પરંતું ગયા વર્ષની તુલનામાં ઓટો સેક્ટરની રિકવરી હજુ પણ ઘણી દુર છે. તેમણે કહ્યું કે સારા ચોમાસાનાં કારણે ગ્રામીણ બજારમાં સારી રિકવરી જોવા મળી રહી છે, ચોમાસામાં ટ્રેક્ટરો,નાના કોમર્શિયલ વાહનો અને મોટરસાયકલનું વેચાણ વધે તેવું જણાય છે, બેંકો અને એનબીએફસી પાસે રોકડની કોઇ અછત નથી. પરંતું તે લોન આપવાથી અચકાય છે, તેનાં કારણે વાહનોનાં વેચાણને અસર થઇ રહી છે, ઘણા સેંગમેન્ટમાં વ્હિકલ ફંડિગ પર્સન્ટેજમાં 10 થી 15 ટકાનો ઘટાડો આવ્યો છે, જેનાથી વાહન ખરીદવું ઘણા ગ્રાહકોની પહોંચ બહાર થઇ ગયું છે.