મકતમપુરામાં ૧૫.૦૨ કરોડના ખર્ચે પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવી
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મકતમપુરા વોર્ડમાં એ.પી.એમ.સી. પાસે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનાં કામ બાબત દક્ષિણ પશ્ચિમઝોનનાં મકતમપુરા વોર્ડમાં એ.પી.એમ.સી માર્કેટ પાસે આવેલ નેશનલ હાઇવેથી સાબરમતી નદીની વચ્ચેનાં વિસ્તારમાં આવેલ નુરે ઇલાહી, ફજલે રબ્બી, પ્રિન્સ આફીન, નરોમન, રોયલ પાર્ક, ફજલે ૨હેમાની ૧, ૨,૩,૪ ફજલ રરબી-૨ તથા બરફ ફેક્ટરીની આજુબાજુનાં છાપરા વિસ્તારમાં હાલમાં બોર દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે . જેથી સદર વિસ્તારમાં નર્મદાનું શુધ્ધ પાણીનું વિતરણ કરવા માટે એ.પી.એમ.સી. માર્કેટ પાસે રૂા.૧૫.૦૨ કરોડના ખર્ચે ૯૭ લાખ લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવેલ છે. જેમાંથી ૧.૫૦ ચોરસ કી. મી. વિસ્તારમાં નર્મદાના શુધ્ધ પાણીનું વિતરણ કરવામાં આવશે. જેનાથી પ૩૦૦૦ જેટલી વસ્તીને નર્મદાના શુદ્ધ પાણી મળી રહેશે