Western Times News

Gujarati News

મકરસંક્રાંતિ પહેલાં પતંગ બજારમાં અછતના એંધાણ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, મકરસંક્રાંતિને આડે હવે માંડ બે-ત્રણ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે બજારમાં પતંગ-દોરી ખરીદવા લોકો ઉમટી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે લોકોએ પહેલેથી જ ખરીદી શરૂ કરી દીધી છે. મતલબ કે શનિવારથી જ પતંગ દોરીના માર્કેટમાં ભીડભાડ જાેવા મળી રહી છે. અમદાવાદમાં રાયપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ અંબિકા કાઈટસના મોભી એવા ભાવિનભાઈ ખજાનચીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કેે બજારમાં માલની અછત સર્જાય એવી શક્યતાઓ છે. જાે કે તેમ છતાં વહેપારીઓ પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક છે. છેલ્લા દિવસોમાં બજારમાં માલની અછત સર્જાય તેમ મનાઈ રહ્યુ છે. સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ-દોરીનું બજાર અંદાજે રૂા.૬૦૦ કરોડની આસપાસ જાેવા મળ છે. જે આ વખતે રૂા.૪૦૦ થી ૪પ૦ કરોડની આસપાસ રહે એેવી શક્યતાઓ છે.

કોવિડ તથા નવા નિયમોને કારણે ખરીદી ઓછી રહેશે તેને ધ્યાનમાં રાખતા પ્રોડકશન ઓછુ થયુ છે. તેમ છતાં પર્યાપ્ત માલ હોવા છતાં ખરીદી નીકળતા છેલ્લા દિવસોમાં માલની ખેંચ ઉભી થાય તો નવાઈ રહેશે નહીં. સામાન્ય રીતે ઉત્તરાયણના છેલ્લા ૧૦ દિવસમાં લગભગ રપ ટકા ધરાકી જાેવા મળતી હોય છે. પરંતુ સ્વાભાવિક છે કે રાત્રીના ૧૦ વાગ્યાથી કફ્ર્યુ હોવાને કારણે તેની સીધી અગર આડકતરી અસર માર્કેેટમાં જાેવા મળશે. શહેરી વિસ્તારમાં એક ટ્રેન્ડ વર્ષોથી જાેવા મળે છેે.

ેફેેમિલી જમી પરવારીને પતંગ દોરી ખરીદવા નીકળે છે. યુવાનો પણ ગૃપમાં નાસ્તા-પાણી કરતા કરતા પતંગ-દોરી બજારમાં આવતા હોય છે. આ વખતે ચોક્કસ નિયમોને કારણે પતંગ બજારોમાં રાત્રી ધરાકી જાેવા નહીં મળે તેની સીધી અસર વેચાણમાં જાેવા મળશે. તેથી લોકોએ ચાલુ વર્ષે પહેલેથી જ ખરીદી શરૂ કરી દીધી છે. બીજી તરફ પોળોમાં અગાસીઓમાં પતંગ ચગાવવા માટે અનઆરઆઈ કે ફોરેનર્સ આવશે નહી. એ વાત પણ માર્કેટ પર અસરકર્તા સાબિત થાય તેમ છે. અમદાવાદના શહેરી વિસ્તારોમાં દુકાનોમાં પતંગ-દોરીનું વેચાણ થઈ રહ્યુ છે. જ્યારે રસ્તા ઉપર બેસીને મોડીરાત્રી સુધી પતંગો-દોરીનું વેચાણ કરતા ફેરીયાઓ આ વખતે ઓછા જાેવા મળી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદનું જમાલપુર પતંગના ઉત્પાદનમાં નંબર વન છે. ત્યારપછી ખંભાત અને નડીયાદ આવે છે. પરંતુ કોરોના તથા અન્ય કારણોસર ઉત્પાદન ઓછું થયુ છે. તેની અસર વેચાણ પર પડશે. તો નવા નિયમોથી પણ ધરાકીમાં ચાલુ વર્ષે લગભગ ર૦ ટકા માર્કેટ ડાઉન જશે એવો એક અંદાજ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.