Western Times News

Gujarati News

મકાનના વાસ્તાનો જમણવારને લઈ સોસાયટી ના રહીશોનો વિરોધ થતા રદ્દ

સ્થાનિકો એ વિડિઓ બનાવી સોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ કરતા વાસ્તુ પૂજન મોકૂફ.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ ના જ્યોતિનગર નજીક આવેલ સુન્દરમ રેસિડેન્સીમાં મકાન ના વસ્તુ પૂજન માં ૧૨૫ લોકો નું જમણવાર નો કેટરર્સ નો ટેમ્પો આવતા સોસાયટી ના રહીશો એ ભેગા થઈ સોશ્યલ મીડિયા ઉપર વિડિઓ વાયરલ કરતા પોલીસ તંત્ર સ્થળ ઉપર દોડી આવ્યું હતું અને આખરે વાસ્તુ પૂજન નો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હોવાનું સોસાયટી ના રહીશો એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

તાજેતર માં ચાલી રહેલી મહામારી માં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત થાય ગયું છે

ત્યારે આવા સમય માં કોઈ પણ કાર્યક્રમ કરવો હોઈ તો જીલ્લા વહીવટી તંત્ર ની પરવાનગી ફરજીયાત લેવાની હોઈ છે.પરંતુ ભરૂચ ના જ્યોતિ નગર પાસે આવેલ સુન્દરમ રેસિડેન્સીમાં મકાન ના વાસ્તુ પૂજન માટે  તંત્ર દ્વારા નક્કી કરાયેલ લોકો જ પૂજા કરી શકશે.પરંતુ વસ્તુ પૂજન ના દિવસે સવારે 125 લોકો નો જમણવાર ના કેટરર્સ નો ટેમ્પો સોસાયટી ના ગેટ પાસે આવી પહોંચતા રેસીડેન્સી ના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ બાબતે સોસાયટી ના રહીશો એ મોબાઈલ માં વિડિઓ બનાવી સોશ્યલ મીડિયા માં વાયરલ કરતા સી ડિવિઝન નો કાફલો દોડી આવ્યો હતો અને પોલીસ ની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને જમણવાર નો કાર્યક્રમ અન્ય સ્થળે લઇ જવાની ફરજ પડી હતી જોકે મકાન ની વસ્તુ પૂજન કરવા આવેલા એ ધારાસભ્ય ની ધમકી આપતા વાતાવરણ વધુ ગરમાયુ હતું જોકે આખરે રેસીડેન્સી ના લોકો એ પણ પોતાનો વિરોધ યથાવંત રાખતા કાર્યક્રમ અન્ય સ્થળે લઇ જવાની ફરજ પડી હોવાનું રેસીડેન્સી ના રહીશો એ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.