મકાનમાંથી એમડી ડ્રગ બનાવવાની મીની ફેકટરી ઝડપાઈ
(સારથી એમ.સાગર) અમદાવાદ, શહેરમાં નશીલા પદાર્થોનો વેપલો ચાલી રહયો છે જેની સામે તંત્રએ લાલ આંખ કરી છે અને સઘન કાર્યવાહી શરૂ કરી છે જે સંદર્ભે ડિસેમ્બર મહીનાની શરૂઆતમાં જ વેેષ્ણોદેવી નજીકથી બે ડ્રગ પેડલર પકડાયા હતા જેમની કડક પુછપરછ કરતાં ક્રાઈમબ્રાંચે નવા નરોડામાંથી મેથા એમ્ફાટામાઈન ડ્રગ્સ (સ્ડ્ઢ) બનાવતી મીની લેબ ઝડપી પાડી છે આ સંદર્ભે વધુ બે શખ્શોની પણ ધરપકડ કરી છે જેમાં ડ્રગ્સ અને કેમેસ્ટ્રી વિષયનો સ્નાતક તથા એમડી ડ્રગ બનાવતો આરોપી પણ સામેલ છે.
આ અંગેની વિગત એવી છે કે શહેર ક્રાઈમબ્રાંચે વૈષ્ણોદેવી સર્કલ નજીકથી ૭ ડિસેમ્બરે રવિ શર્મા (થલતેજ) તથા અસીત પટેલ (ત્રાગડ રોડ)ની ધરપકડ કરીને ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. બંનેની પુછપરછમાં બહાર આવ્યુ હતું કે અસીત પોતે માણસામાં મેડીકલ સ્ટોર ધરાવતો અને ત્રણ વર્ષથી અમદાવાદમાં રહી રીયલ એસ્ટેટ બ્રોકર અને હોલસેલ મેડીકલ સપ્લાયર તરીકે કામ કરતો હતો. દરમિયાન રવિ શર્માને ગોતામાં મકાન ભાડે અપાવતા બંનેની ઓળખાણ થઈ હતી. રવિ એમડી નો બંધાણી હોઈ એમડી ડ્રગમાં વધુ કમાણી કરવાની લાલચે ધંધો કરવાનું વિચાર્યું હતું બાદમાં કિ મટીરીયલ ફોર મીથાઈલ પ્રોપ્યોફીનોન પંકજ પટેલને આપીને તેની પાસેથી એક ગ્રામ એમડી ૭૦૦-૮૦૦ રૂપિયાના ભાવે ખરીદી રવિને વેચતો હતો.
છત્રાલ ફેકટરીમાં કામ કરતાં બે મેનેજરો પકડાયા: અત્યાર સુધી કુલ પ ની ધરપકડ બે ફરાર
જયારે પંકજ ઉર્ફે પકો પટેલ (વૈષ્ણોદેવી સર્કલ) ર૦૧૮થી છત્રાલયની કંપનીમાં નોકરી કરતો હતો જેને કોરોના થતાં સારવાર દરમિયાન અશિત સાથે પરીચય થયા બાદ વારંવાર મુલાકાત થતી હતી જે દરમિયાન અસિતે એમડી બનાવવાની વાત કરી તેને કી મટીરીયલ એક લીટરના ૧પ હજાર રૂપિયાના ભાવે આપ્યું હતું જે લઈને પંકજ બીપીન પટેલ (રાધેશ્યામ ફલેટ, નરોડા)ને રપ હજારના ભાવે આપતો હતો બદલામાં બીપીન પાસેથી ૪૦૦ રૂપિયાના ભાવે ૧ ગ્રામ એમડી ખરીદતો હતો.
પોલીસે બિપીનના ઘરે દરોડો પાડતાં જ તેના ઘરમાંથી એમડી ડ્રગ બનાવવાની મીની ફેકટરી મળી આવતા તે પણ ચોંકી હતી. બિપિન પટેલ પોતે પણ છત્રાલની કેમીકલ કંપનીમાં નોકરી કરે છે અગાઉ અન્ય કંપનીમાં નોકરી કરતો ત્યારે પંકજ સાથે ઓળખ થઈ હતી છ એક મહીના અગાઉ પંકજે બીપીનને મળી એમડી ડ્રગ અંગે વાત કરી હતી જેથી બીપીને પોતાના લીફટ રૂફનો કબ્જાે રાખીને મીની લેબનું સેટ અપ કર્યુ હતું અને ગઈ નવરાત્રીથી એમડી ડ્રગ બનાવવાનું શરૂ કર્યું હતું ક્રાઈમબ્રાંચે તેના ઘરેથી એમડી ડ્રગ બનાવવાની ચીજવસ્તુઓ અને પદાર્થો જપ્ત કરી છે બિપીન પોતે ડ્રગ્સ એન્ડ કેમેસ્ટ્રી વિષયમાં બીએસસી તથા એમએસસી ભણેલો છે.
અત્રે નોંધનીય છે કે અત્યાર સુધી આ ગુનાસર ક્રાઈમબ્રાંચે અસિત પટેલ, રવિ શર્મા ઉપરાંત ડ્રગ પેડલર મોઈનુદ્દીન ઉર્ફે બોખો કમાલુદ્દીન શેખ (સંકલીતનગર જુહાપુરા) અને વજીઉદ્દીન શેખ ઉર્ફે વજુ જે તથા અલ્તાફ શેખને ઝડપી પાડયા છે જયારે મુજુબ્બીલ પઠાણ તથા દાનીશ નામના આરોપી હાલમાં ફરાર છે. આ સમગ્ર ઘટનામાં ૪૦૦ રૂપિયે એક ગ્રામે શરૂ થતું એમડી ડ્રગ બજારમાં આવતાં આવતાં ર૦૦૦ રૂપિયાના ભાવનું વેચાતું હતું.