મકાન માલિકને પોતાની મિલકતથી ત્રણ દાયકાઓ સુધી દુર રાખવા કોર્ટે ભાડુઆતને એક લાખની પેનલ્ટી લગાવી
ભાડૂઆત અનેે મકાનમાલિક વિવાદ પર સુપ્રિમ કોર્ટનો ‘ઉત્તમ નિર્ણય’!- પેનલ્ટી પણ આપો અને ભાડુ પણ ચુકવો
(એજન્સી) નવીદિલ્હી, મકાન-માલિક અને ભાડૂઆતના વિવાદો સામાન્ય બાબત છે. વિવાદ વધવા પર મામલાઓ કોર્ટમાં પણ જાય છે. અને ચુકાદાઓ પણ આવેે છે. પરંતુ સુપ્રિમ કોર્ટમાં એક એવો પણ કેસ સામે આવ્યો છે. જેને કોર્ટે ક્લાસિક કેસ ગણાવ્યો છે. ન્યાયિક પ્રક્રિયાનો દુરૂપયોગ કઈ રીતે કરવામાં આવે છે તેના આધારે સુપ્રિમ કોર્ટે આને ક્લાસિક કેસ ગણાવ્યો છે.
સુપ્રિમ કોર્ટે એક ભાડૂઆતની વિરૂધ્ધ ચુકાદો સંભળાવ્યો છે. જેણે મકાન માલિકને પોતાની મિલકતથી ત્રણ દાયકાઓ સુધી દુર રાખવામાં આવ્યો. કોર્ટે ભાડુઆતને પણ એક લાખ રૂપિયાની પેનલ્ટી લગાવ્યાની સાથે માર્કેટ રેટ પર ૧૧ વર્ષનું ભાડુ પણ ચુકવવાનો આદેશ આપ્યો હતો.
મકાનમાલિક અને ભાડૂઆત ક્લાસિક કેસ બેેચ જસ્ટીસ કિશન કૌલ અને આર. સુભાષ રેડ્ડીએ કહ્યુ હતુ કે કોઈના હક્કોને છીનવી લેવા કોઈ કઈ રીતે ન્યાયીક પ્રક્રશ્રિયાનો દુરૂપયોગ કરી શકે છે. આ કેસ તેનો ક્લાસીક ઉદાહરણ છે. આ કેસ પશ્ચિમ બંગાળના અલીપુરની એક દુકાનને લઈને છે.
સુપ્રિમ કોર્ની બેચેે આદેશ આપ્યો છે કે દુકાનને કોર્ના આદશના ૧પ દિવસની અંદર મકાન માલિકને સોંપવામાં આવે. કોર્ટગે ભાડૂઆતને આદેશ આપ્યો છે કે માચ ર૦૧૦થી અત્યાર સુધી બજારના ભાવ પર જે પણ ભાડુ બને છે એને ત્રણ મહિનાની અંદર જ મકાનમાલિકને ચુકવવામાં આવે. આ ઉપરાંત ન્યાયિક સમયની બરબાદી અને મકાન માલિકે કોર્ટની કાર્યવાહીમાં ખેચવાને લઈ સુપ્રિમ કોર્ટે ભાડુઆત પર એક લાખનો દૃંડ પણ ફટકાર્યો છે.
હકીકતમાં આ કેસ ૧૯૬૭નો છે. જ્યારે લબન્યા પ્રવા દતાએ અલીપુરમાંપોતાની દુકાન ર૧ વર્ષ માટે ભાડા કરાર પર આપી હતી. ભાડા કરાર પૂરો થતાં ૧૯૮૮માં મકાન માલિકે ભાડુઆતને દુકાન ખાલીક રવા કહ્યુ છે. પરંતુ આવુૃ કંઈ બન્યુ નથી.ત્યારે ૧૯૯૩માં સિવિલ કોર્ટમાં ભાડૂઆતને કાઢવા માટે કેસ કર્યો હતો. જેનો ચુકાદોે ર૦૦પમાં મકાન માલિકના પક્ષમાં આવ્યો હતો.