મકાન માલિક, ભાડૂઆતના દાદાગીરીનો અંત માટે કાયદો
માલિક યોગ્ય નોટિસ વિના ઘર ખાલી નહીં કરાવી શકે તો ભાડૂઆત વધુ રહેશે તો તેને દંડની કાયદામાં જોગવાઈ
નવી દિલ્હી, જો તમામ બાબત બરાબર રહે તો કેન્દ્ર સરકાર આગામી એક મહિનામાં આદર્શ ભાડા કાયદાને મંજૂરી આપી દેશે. આ કાયદાના લાગુ થયા બાદ ભાડૂઆત અથવા મકાન માલિક, બંનેની દાદાગીરી પર રોક લાગી જવાની આશા છે.
આવાસ અને શહેરી મામલાના સચિવ દુર્ગા શંકર મિશ્રા અનુસાર આગામી એક મહિનામાં આ કાયદાને મંજૂરી મળ્યા બાદ તેને રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલી દેવામાં આવશે, જેથી કરીને રાજ્ય તેના આધારે પોતાના રાજ્યોમાં કાયદો બનાવી તેને અમલમાં લાવી શકે. રાજ્યો દ્વારા આગામી એક વર્ષમાં આવશ્યક કાયદાને પસાર કરાવી લેવાની આશા છે.
સચિવે કહ્યું કે, વિભિન્ન રાજ્યોમાં વર્તમાન ભાડા કાયદો ભાડૂઆતના હિતોની રક્ષાના હિસાબે બનાવવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૧ની જનગણના અનુસાર ૧.૧ કરોડ ઘર ખાલી પડ્યા છે. કારણ કે લોકો તેને ભાડે આપતા ડરે છે. પરંતુ હવે અમે સુનિશ્ચિત કરીશું કે, એક વર્ષની અંદર દરેક રાજ્ય આ આદર્શ કાયદાને લાગુ કરવા માટે જરૂરી જોગવાઈ કરશે. તેમણે કહ્યું,અમને આશા છે કે, આ કાયદાના લાગુ થયા બાદ ખાલી ફ્લેટોમાંના ૬૦-૮૦ ટકા ભાડાના બજારમાં આવી જશે. તેમણે કહ્યું કે, રિયલ એસ્ટેટ ડેવલપર્સ પોતાના નહીં વેચાયેલા આવાસોને ભાડે પણ આપી શક્શે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે જુલાઇ ૨૦૧૯માં આદર્શ ભાડા કાયદાનો મુસદ્દો જાહેર કર્યો હતો. જેમા પ્રસ્તાવ હતો કે, ભાડામાં સંશોધન કરવાના ત્રણ મહિના પહેલાં મકાન મ લિકોને લેખિતમાં નોટિસ આપવાની રહેશે. જેમાં જિલ્લા કલેક્ટરને ભાડાના અધિકારી તરીકે નિયુક્ત કરવા અને ભાડૂઆતો પર સમયથી વધારે રહેવાની સ્થિતિમાં ભારે દંડ લગાવવાની ભલામણ કરવામાં આવી છે.SSS