મગણાદ પ્રાથમિક મિશ્ર શાળા ખાતે ગણવેશ વિતરણ
(પ્રતિનિધિ) જંબુસર, મગણાદ ગામે આવેલ સુપરસોલ્ટ કંપની સામાજીક, શૈક્ષણિક કાર્યોમાં હંમેશા તત્પર રહે છે. કંપની સંચાલકો દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી મગણાદ ગામની પ્રાથમિક શાળાના બાળકોને ગણવેશ આપવામાં આવે છે તથા ગામનો મુખ્ય પ્રવેશદ્વાર પણ ગત વર્ષે લોકાર્પણ કરવામાં આવ્ય્ હતો તથા અતિવૃષ્ટિ સમયે ગ્રામજનો માટે પુરીપીડીતોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આજરોજ શાળા ખાતે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ૩પ૦ જેટલા બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આયશાબેન પટેલ, પ્રભુદાસ મકવાણા, મગણાદ સરપંચ જયેશભાઈ પટેલ, એસ.એમ.સી સભ્યો સહિત અગ્રણીઓ હાજર રહયા હતા આ સહિત સુપરસોલ્ટ કંપની એકઝીકયુટીવ ડાયરેકટર કેતનભાઈ ત્રિવેદી ફેકટરી મેનેજર મંગેશભાઈ પટેલ પ્લાન્ટ મેનેજર તથા કર્મ્ચારી સ્ટાફ ઉપસ્થિત રહયા હતાં.
સદર કાર્યક્રમનું ઉપસ્થિત મહેમાનો દિપપ્રાગટય તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. યુનિફોર્મ દરેક બાળકો પહેરે તો એકસરખુ અને વાતાવરણ સુંદર લાગે તથા અમિરી ગરીબીની રેખા રહેતી નથી કંપની સંચાલકો ધ્વારા દરેક સમાજનું જે કાર્ય કરવામાં આવે છે તે ગામની લાગણી બતાવે છે દરેક કંપની સંચાલકો ધ્વારા આવા સામાજીક, શૈક્ષણીક કાર્યો કરવામાં આવે તો ગામનો વિકાસ થા યછે કંપની સંચાલકોના ઉમદાકાર્યને ઉપÂસ્થત મહેમાનોએ બિરદાવ્યું હતું.*