મગફળીમાં ખેડૂતોને હવામાનની અસરને કારણે સરેરાશ ૨૦ ટકાનું નુકસાન
ગાંધીનગર, ૨૦૨૧-૨૨માં ૧૯.૧૪ લાખ હેક્ટર વાવેતરના અંદાજમાં ૪૦ લાખ ટન મગફળીના ઉત્પાદનની આશા રાખવામાં આવે છે. કૃષિ વિભાગે તૈયાર કરેલા અંદાજાેમાં હેક્ટર દીઠ ૨૦૮૬ કિલો મગફળી પાકવાની ઘારણા છે. ગયા વર્ષ કરતાં વાવેતર ઘટ્યું છે. હવામાનની અસરના કારણે આ વખતે સૌરાષ્ટ્રના ખેડૂતો સામે આફતોનું વાવાઝોડું આવી ગયું છે.
ખેડૂતોનો અંદાજ છે કે મગફળીમાં વરસાદ ખેંચાવાના કારણે અને વધુ વરસાદ પડવાના કારણે સરેરાશ ૨૦ ટકા નુકસાન થયું છે. કેટલાંક ખેડૂતોને ૩૦ ટકાથી વધુ નુકસાન થયું છે. ત્રણ વાવાઝોડાના કારણે વધું વરસાદ પડ્યો છે. તૌકતે વવાઝોડાએ તો સૌરાષ્ટ્ર પર સીધું જ આક્રમણ કર્યું હતું.
બીજા બે વાવાઝોડાથી સતત વરસાદી વાતાવરણની અસર રહી હતી. અને ૩૦થી ૬૧ દિવસ વરસાદ ન પડવાના કારણે મગફળીનું ૨૦ ટકા ઉત્પાદન ઘટી શકે છે. ભારે વરસાદના કારણે મગફળાનો પશુ ચારો નહીં થાય.
૨૦૨૦-૨૧માં ૧૫ લાખ હેક્ટર વાવેતરના અંદાજ સામે ૨૦.૬૫ લાખ હેક્ટર વાવેતર થઈ ગયું હતું. ૫૪.૬૫ લાખ ટન મગફળી પાકવાનો અંદાજ હતો. સરેરાશ એક હેક્ટરે ૨૬૩૭ કિલો મગફળી પેદા થવાની ધારણા હતી. ૨૦૧૯માં ૧૫.૬૬ લાખ હેક્ટર સામે ૨૨ લાખ ટન મગફળીના ઉત્પાદનની ધારણા હતી. હેક્ટર દીઠ ૧૩૭૮ કિલો મગફળી થવાની ધારણાં કૃષિ વિભાગની હતી. સરખા વાવેતર છતાં ઉત્પાદનમાં ૧૦૦ ટકાવો વધારો કઈ રીતે થઈ શકે. એ સવાલ છે.
૧૫ જૂને ગુજરાતમાં ચોમાસું બેસે છે. ૧૫ જૂન ૨૦૨૦માં ૬.૫૭ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થઈ ગયું હતું. આ તમામ વાવેતરની મગફળીના ઉત્પાદનમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. તૈયાર પાક પર વરસાદ પડવાના કારણે આમ થયું છે. તેલનું માંડ ૫૦ ટકા ઉત્પાદન થશે. દાણા નબળા છે, દાણામાં ભેજ છે.
ડોડવા પલળી ગયા છે. ડોડવાનું વજન ઓછું છે.રાજકોટ, જુનાગઢ, અમરેલી, સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લાને સૌથી વધું નુકસાન થયું છે. ગયા વર્ષે ૬.૫૦ લાખ હેક્ટરમાં અને ૨૦૨૧માં ૧૦.૭૩ લાખ હેક્ટરમાં વાવેતર છે. સૌથી વધું આ જિલ્લાઓમાં નુકસાન છે.
કુલ વાવેતરના ૫૦ ટકા વાવેતર આ જિલ્લામાં થયું હતું.હેક્ટરે સરેરાશ ૨ હજાર કિલો મગફળી થવાનો કૃષિ વિભાગે અગાઉ અંદાજ તૈયાર કર્યો હતો. જેમાં ૨૦ ટકા નુકસાન પ્રમાણે ૧૦ લાખ હેક્ટરમાં ૨૦ કરોડ કિલો એટલે કે ૨ લાખ ટન મગફળી ગુમાવવી પડે એવી સ્થિતી ઊભી થઈ છે.
૪૦ રૂપિયે કિલો મગફળી વેંચાય છે. હિસાબે રૂ.૧૦ હજાર કરોડનું નુકસાન ખેડૂતોને ઉત્પાદનમાં થયું છે. ગુજરાતના ખેડૂતોએ એક હેક્ટરે મગફળીના ઉત્પાદન પાછળ રૂ.૫૮ હજારનું ખર્ચ થાય છે. મગફળીમાં ઝેરી ફૂગ આવી ગઈ છે. દાણામાં ફૂગ નિકળતાં વિદેશથી માલ રિઝેક્ટ થાય છે. પેઢી ઊઠી જાય છે. સૌરાષ્ટ્રમાં દાણાની વિદેશમાં નિકાસ કરતાં ૮૦ ટકા યુનિટો બંધ થઈ ગયા છે. ૨૦૦૦ હજાર જેટલાં યુનિટો હતા.