મગર માત્ર ચોખા અને ગોળનો પ્રસાદ જ આરોગે છે!!
કેરળના અનંથાપુરામાં આવેલા મંદિરના તળાવમાં રહેતા મગરને માંસાહાર આપવા છતાં પણ ખાતો નથી.
(એજન્સી) તિરૂવનંથપુરમ, પાણીમાં રહેતા જીવોમાં મગર સૌથી ખંુખાર માનવામાં આવે છે. આ માંસાહારી પ્રાણી પોતાની પ્રકૃતિ મુજબ શિકારને મજબુત જડબામાં પકડી રાખે છે.
જાે કે નવાઈ લાગે એવી વાત તો એ છે કે કેરળના અનંથાપુરામાં આવેલા લેક મંદિરમાં મગરમચ્છે વર્ષોથી માંસાહાર કરતો નથી. તે માત્ર ચાવલ અને ગોળમાંથી તૈયાર કરવામાં આવતો પ્રસાદ જ આરોગે છે. આમ, મંદિરનો પ્રસાદ ભક્તોને જ નહીં મગરમચ્છને પણ ખુબ ભાવે છે.
હકીકત એ પણ છે કે મંદિરના તળાવમાં રહેતા મગરને માંસાહાર આપવા છતાં પણ ખાતો નથી. એવું એકવાર નહીં પણ અનેકવાર પ્રયોગમાં સાબિત થયુ છે.
મંદિરમાં સવાર-સાંજ આરતી થયા પછી પૂજારી ભાત અને ગોળનો પ્રસાદ ખવડાવે છે. પૂજારી મગરમચ્છના જડબા સુધી હાથ નાંખીને પ્રસાદ ખવરાવે છે અને એ પણ મંદિરમાં પૂજા-આરતી થાય એ પછી જ પ્રસાદ આરોગે છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ મગરમચ્છ આજકાલ કરતા છેલ્લા ૪૬ વર્ષથી મંદિરમાં રહે છે. તેનું હુમલામણું નામ બબીથા પાડવામાં આવ્યુ છે.
આ મગરમચ્છ ક્યારેય જરા પણ ગુસ્સે થતો નથી. એટલું જ નહીં તળાવમાં જાેવા મળતી માછલીઓને પણ પરેશાન કરતો નથી. લોકો તેને ભગવાનનોે ભકત અને રખેવાળ માને છે. આ બબીથાનો જમવાનો સમય પણ ફિક્સ છે. લોકોમાં માન્યતા છે કે આ મંદિર અને મગરમચ્છને દાયકા જૂનો સંબંધ છે. એક મગરમચ્છનુૃ મૃત્યુ થાય પછી બીજાે મગર આપોઆપ આવી જાય છે. નવાઈની વાત એ મંદિરની આસપાસ કોઈ નદી પણ નથી.