મચ્છરના બ્રીડીંગ મળતા સાત કન્સ્ટ્રક્શન સાઈટ સીલ કરવામાં આવી
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિગેરે કેસોને અટકાવવા, નિયંત્રણ કરવા તથા ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં તથા ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધી મેલેરીયા મુક્ત ગુજરાત જાહેર કરેલ નિર્ધાર ધ્યાનમાં લઈ ઈન્ટ્રા ડોમેસ્ટીક, પેરા ડોમેસ્ટ્રીક, ફોગીંગ, આઈ.આર.એશ., એન્ટી લાર્વલ, કન્સ્ટ્રક્શન સાઈટો-કોમર્શિયલ એકમો, મોલ, મલ્ટીપ્લેક્સ, સ્કુલ તથા અન્ય એકમોનું ચેકીંગ તથા જરૂરી આઈ.ઈ.સી. એક્ટીવીટી જેવી તમામ પ્રકારની સઘન રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી રહેલ છે.
જેના ભાગરૂપે તા.૭-૮-૧૯ના રોજ દરેક ઝોનની મેલેરીયા વિભાગની ટીમ દ્વારા ઝોનમાં આવેલ અલગ અલગ વિસ્તારમાંઆવેલ એકમોના ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. સદર ચેકીંગ દરમ્યાન કુલ ૨૯૧ એકમો ચેક કરી, ૧૦૬ નોટીસ, ૦૭ એકમ સીલ કરેલ છે. તેમજ કુલ રૂ.૬,૦૫,૮૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.
મ્યુનિ.આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ ઝોનનાં સાબરમતી અને ચાંદખેડા વોર્ડ, દક્ષિણ ઝોનના લાંભા વોર્ડની સાઈટો સીલ કરવામાં આવી છે. જ્યારે બોડકદેવ વોર્ડમાં નારાયણ ગુરુ સ્કુલમાં મચ્છરના બ્રીડીંગ મળતાં એડમીન ઓફિસ સીલ કરવામાં આવી છે.