Western Times News

Gujarati News

મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે કોર્પોરેશન દ્વારા દવાનો છંટકાવ

અમદાવાદ શહેરમાં પડી રહેલા વરસાદના કારણે મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે કોર્પોરેશન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

શહેરમાં ર૦૧૮ના વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના૩૧૪પ કેસ નોધાયા હતા. જેની સામે ર૦૧૯ના પ્રથમ દસ મહીનામાં જ ૩૩૪પ કેસ નોધાયા છે. ર૦૧૮ ના સપ્ટેમ્બર મહીનામાં ૮૯૯ અને ઓકટોબરમાં ૧ર૩૪ કેસ નોધાયા હતા. જયારે ર૦૧૯ ના સપ્ટેમ્બરમાં ૧ર૩પ અને ઓકટોબરમાં ૧ર૦૯-કેસ નોધાયા છે. નવેમ્બર ર૦૧૮ માં ડેન્ગ્યુના ૩૩ર કેસ કન્ફર્મ થયા હતા જેની સામે ચાલુ નવેમ્બરના પ્રથમ ૦૬ દિવસમાં જ ડેન્ગ્યુના ૧૭૦ કેસ નોધાયા હતા.

ગયા વર્ષે મેલેરિયા ખાતા દ્વારા રૂ.૧ કરોડ ૮૦ લાખના ખર્ચથી તળાવોની સફાઈ માટે પણ કોન્ટ્રાકટ આપવામાં આવ્યા હતા.
વિભાગ દ્વારા તમામ ૩૭ તળાવોની સફાઈ કરવામાં આવી હોવાના દાવા થઈ રહયા હતા. પરંતુ સ્થળ પરિસ્થિતિમાં ફરક હોવાનું જાણકારો માની રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.