મચ્છુ ડેમ ૨ ઓવર ફલો,મોરબીની આસપાસના ૨૨ ગામ એલર્ટ
મોરબી: સૌરાષ્ટ્રમાં મેધરાજા અનરાધાર બેટીંગ કરી રહ્યાં છે ત્યારે આજે સવારે મોરબીના ટંકારામાં માત્ર બે જ કલાકમાં ત્રણ ઇચ વરસાદ ખાબકયો છે મોરબીનો મચ્છુ ૨ ડેમ ઓવરફલો થયો છે મચ્છુ ૨ ડેમના ૧૪ દરવાજા આઠ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે ડેમમાં ૬૯ હજાર ૫૫૨ કયુસેક પાણીની આવક થઇ છે ત્યારે ડેમમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફલો થયો છે તંત્ર દ્વારા લાઉડ સ્પીકર પર નદીના પટમાં અવરજનવર ન કરવા સુચના આપવામાં આવી છે આ સાથે ટંકારાના અમરાપુરના બે તળાવ તુટતા ખેતરોમાં પાણી ભરાયું છે
મોરબીના વોકળામાં પિતા પુત્ર તણાયા છે રાયસંગપુર હળવદ વચ્ચે આવેલ વોકળા પિતા પુત્ર તણાયા છે શ્રીપાલભાઇ નારાયણભાઇ અને નારાયણભાઇ બેચરભાઇ દલવાડી પાણીમાં તણાયા છે પહેલા પુત્ર પાણીમાં તણાયા બાદ પિતા બહાર કાઢવા જતાં પિતા પણ પાણીમાં તણાયા હતાં.
મોરબીમાં વરસાદને કારણે રહેણાંક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્શ્યો સામે આવ્યા હતાં જેમાં પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે જીસીબી દ્વારા મોડી રાત્રીના કામગીરી હાથ ધરવામાં આવી હતી મોરબીના લખધીરનગર મકનસર અદેપર અને લીલાપર તેમજ વાંકાનેર તાલુકાના ઢુવા પંચાસીયા રાણકપુર વાંકાનેર અને સોભલા એમ કુલ ૨૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મોરબી જીલ્લામાં પણ ભારે વરસાદથી મોરબીના ટંકારાનો ડેમી ૧ ડેમ ઓવરફલો થયો છે ડેમી ૧ ડેમ ૪૫ સેન્ટીમીટરથી ઓવરફલો થયો છે ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી છે જેના કારણે હાલ ડેમમાંથી ૧૦૬૩૧ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું ડેમમાંથી પાણી છોડાચા ડેમી નદી બે કાંઠે વહી રહી છે. સુરવદરથી હળવદનો સંપર્ક કપાયો છે પાણીના પ્રવાહ વધતા મુશ્કેલીઓ વધતી ગઇ છે.