મજૂરો લઈને જતી વાન ટ્રક સાથે ટકરાતાં બેનાં મોત
સોનીપત, હરિયાણાના સોનીપત જિલ્લામાં આજે ફરી રફ્તારનો કહેર જાેવા મળ્યો હતો. સોનીપતમાંથી પસાર થતા ઈસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે પર જખોલી ટોલ પાસે એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. ત્યાં ઉત્તર પ્રદેશથી હરિયાણા મજૂરોને લઈને આવી રહેલી એક ઈકો વાન ટ્રક સાથે અથડાઈ હતી. આ દુઃખદ અકસ્માતમાં બે મજૂરોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા અને ૭ મજૂરો ઘાયલ થયા છે.
મૃતક મજૂરોની ઓળખ રાઘવેન્દ્ર અને છેદાલાલ પીલીભીત ઉત્તર પ્રદેશના રૂપમાં થઈ છે. બધા મજૂરો ડાંગર રોપવાનું કામ કરવા ગોહાના આવી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ સોનીપત કુંડલી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે સામાન્ય હોસ્પિટલમાં મોકલી દીધા છે.
ઘાયલોને સોનીપતથી રોહતક અને ખાનપુર પીજીઆઈમાં રીફર કરવામાં આવ્યા હતા. હાલ સોનીપત કુંડલી પોલીસ સ્ટેશનની પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.SS2KP