મજેન્ટા લાઇફકેરનો SME IPO 5 જૂને સબ્સ્ક્રીપ્શન માટે ખૂલ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/06/IPO-1024x576.jpg)
પ્રતિકાત્મક
અમદાવાદ, ગુજરાત સ્થિત મેટ્રેસીસ અને પિલો બ્રાન્ડ મેજેન્ટા લાઇફકેર લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂથી રૂ. 7 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે.
પબ્લિક ઇશ્યૂ 5 જૂનથી સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 7 જૂને બંધ થશે. પબ્લિક ઇશ્યૂમાંથી મળેલી આવકનો કાર્યશીલ મૂડી જરૂરિયાતો સંતોષવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિતની કંપનીની વિસ્તરણ યોજનાઓ માટે ઉપયોગ કરવામાં આવશે. ફેડેક્સ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના લીડ મેનેજર છે.
આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 20 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે શેરદીઠ રૂ. 35ની કિંમત નક્કી કરી છે (ઇક્વિટી શેર દીઠ રૂ. 25ના પ્રિમિયમ સહિત). અરજી દીઠ લઘુતમ લોટ સાઇઝ 4,000 શેર્સની છે જેનાથી અરજી દીઠ રોકાણ રૂ. 1.4 લાખનું થાય છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર ક્વોટા નેટ ઓફરના 50 ટકા રાખવામાં આવ્યો છે.
ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નવ મહિનાના ગાળા માટે કંપનીએ રૂ. 24 લાખનો ચોખ્ખો નફો અને રૂ. 6.30 કરોડની આવક નોંધાવી હતી. ડિસેમ્બર 2023ના રોજ કંપનીની નેટ વર્થ રૂ. 6.34 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 1.47 કરોડ, એસેટ બેઝ રૂ. 15.05 કરોડ નોંધાયા છે. કંપનીના શેર્સનું બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ કરવામાં આવશે.
2015માં સ્થપાયેલી મેજેન્ટા લાઇફકેર લિમિટેડ મેટ્રેસીસ અને પિલોનું ઉત્પાદન કરે છે. કંપની ભારતમાં બ્રાન્ડ મેજેન્ટા હેઠળ ફોમ-આધારિત પ્રોડક્ટ્સ બનાવે છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં મેમરી ફોમ, લેટેક્સ-બેઝ્ડ, બોન્ડેડ મેટ્રેસીસ, પોકેટેડ સ્પ્રિંગ્સ વગેરે તથા મેમરી ફોમ પિલો, મોલ્ડેડ મેમરી ફોમ પિલો, મોલ્ડેડ કોન્ટ્યોર ફોમ પિલો જેવા પિલોનો સમાવેશ થાય છે. કંપની ભારતના ગુજરાતમાં ઉત્પાદન એકમ ધરાવે છે. મેટ્રેસીસની ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા હાલ 60,000 નંગ અને 70,000 નંગ પિલોની છે.