મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના ૭૬ મા સ્થાપના દિનની ઉજવણી
અમદાવાદ, ‘શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ’ અંતર્ગત આજે ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરીક્ર્ષ્ણ મહારાજને પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે ઋતુ અનુસાર શીતળતા ઠંડક માટે સોમવતી અમાવસ્યાના પરમ પાવન દિને કલાત્મક ડીઝાઇન યુક્ત ચંદનના વાઘા – શણગાર પૂજનીય સંતોએ ધારણ કરાવ્યા હતા.
“શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ”ના ૭૬ મા સ્થાપના દિને શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ચંદનના મનોરમ્ય વાઘા – શણગાર ધારણ કરીને દર્શન દાન અર્પતા મહાપ્રભુજી શ્રી હરિકૃષ્ણ મહારાજ સમક્ષ પૂજન – અર્ચન કરી અને પ્રાર્થના કરી હતી.
વળી, આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજની આરતી ઉતારી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરથી લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યા હતાં.