Western Times News

Gujarati News

મણિનગર: પાના પક્કડ કોણ લઇ ગયું કહી યુવક પર પથ્થર વડે હુમલો કરી હત્યા

હત્યારાને મણિનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો
મણિનગર વિસ્તારમાં આવેલ ફૂટપાથ પર ૩૦ વર્ષિય જગદીશ શકરાજી ઠાકોર રહે છે અને છૂટક મજૂરી કરે છે

અમદાવાદ,મણિનગર વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા બે યુવકો પાસે એક વ્યક્તિ પહોંચ્યો હતો અને મારા પાના પક્કડ કોણ લઇ ગયું કહી ઝઘડો કર્યાે હતો. ત્યારબાદ ઉશ્કેરાયલી વ્યક્તિએ પથ્થર વડે બન્ને યુવકો પર હુમલો કર્યાે હતો. જેમાં એક યુવકનું મોત થઇ ગયું હતું. હત્યા કર્યા બાદ હત્યારો પલાયન થઇ ગયો હતો. જો કે આ મામલે મણિનગર પોલીસે ફરિયાદ નોંધી હત્યારાને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો છે. મણિનગર વિસ્તારમાં આવેલ ફૂટપાથ પર ૩૦ વર્ષિય જગદીશ શકરાજી ઠાકોર રહે છે અને છૂટક મજૂરી કરે છે.

છેલ્લા ૧૫ દિવસથી જે ફુટપાથ પર જગદીશ રાત્રે સૂતો હતો ત્યાં રહેવા પંકજ નામનો વ્યક્તિ આવ્યો હતો. પકંજ પણ રોજ જગદીશ સાથે સૂઇ જતો હોવાથી બન્નેની ઓળખાણ થઇ હતી. ૨૦મીના રોજ મોડી રાત્રે પંકજ અને જગદીશ ફૂટપાથ પર સુતા હતા. ત્યારે વહેલી પરોઢે અશોક કટર નામનો વ્યક્તિ પોતાની ત્રણ પૈડાની સાઇકલ લઇને આવ્યો હતો. તેણે જગદીશ પાસે જઇ કહ્યું હતું કે, મારા પાના પક્કડ કોણ લઇ ગયું છે. જેથી જગદીશે જણાવ્યું હતું કે, મને ખબર નથી. અમે પાના પકડ લીધા નથી. આ દરમિયાન અશોક ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો.

બીજી તરફ અશોકે ત્યાં પડેલ પથ્થર ઉપાડ્યો હતો અને પંકજના માથા પર મારતા તે લોહીલુહાણ થઇ નીચે પટકાયો હતો. પછી અશોકે પથ્થર વડે જગદીશ પર હુમલો કર્યાે હતો. જેથી જગદીશ પણ લોહીલુહાણ થઇ પોતાનો જીવ બચવવા ભાગ્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકો આવી ગયા હતા અને પછી જગદીશને સારવાર માટે એલજી હોસ્પિટલ લઇ ગયા હતા. એલજીમાં સારવાર બાદ તે પરત પોતાના ફૂટપાથ પર ગયો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે, પંકજનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેથી આ મામલે જગદીશે અશોક સામે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઇ વધુ તપાસ આદરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.