મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત નૂતન મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા સંપન્ન
વિશ્વશાંતિ માટે સાત્વિક યજ્ઞ યોજાયો…
શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત, શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર, એમ્બલટન, પર્થ,
ઓસ્ટ્રેલિયા ખાતેના નૂતન મંદિરના પ્રતિષ્ઠા અંતર્ગત વિદેશી ધરતી પર સનાતન વૈદિક ધર્મની સુવાસ મહેંકી ઊઠી હતી તેમજ વિશ્વશાંતિ માટે સાત્વિક યજ્ઞ કરવામાં આવ્યો હતો. ભારતીય વૈદિક સનાતન સંસ્કૃતિ મુજબ સુવર્ણ મંડિત કળશ અને ધ્વજવંડ શિખરોની શોભા પણ કંઈક ઓર જ હતી. મંદિરમાં પૂજન, આરતી, અન્નકૂટ વિગેરે પણ યોજાયા હતા.
પરમ પૂજય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે મનુષ્યે જીવનમાં સત્સંગની ટેવ રાખવી; સત્સંગથી મનુષ્યનું જીવન સંસ્કારીત બને છે; સંસ્કારીત મનુષ્ય સમાજમાં પ્રતિષ્ઠાને પામે છે.
મહોત્સવમાં ભારત, અમેરિકા, કેનેડા, નાઈરોબી, લંડન, બોલ્ટન તેમજ ઓસ્ટ્રેલિયાના હરિભક્તોનો સમૂહ ઉપસ્થિત રહ્યો હતો.