મણિપુરના ઉખરૂલમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ઇમ્ફાલ, પૂર્વી લેહ બાદ આજે મણિપુરની ધરતી ધ્રુજી ઉઠી છે.સવારે લગભગ ૩.૩૨ કલાકે મણિપુરના ઉખરૂલ જીલ્લામાં આંચકનો આંચકો અનુભવાયો હતો નેશનલ સેંટર ફોર સીસ્મોલોજી (એનસીએસ) અનુસાર ભૂકંપની તીવ્રતા રિએકટર સ્કેલ ઉપર ૪.૩ માપવામાં આવી છે. એનસીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા ૪.૩ હતી તેનું સ્થાન ઉખરૂલ હતું.તે ૩.૩૨ મિનિટે નોંધાયો હતો તેની ઉડાઇ ૪.૩ હતી.
એ યાદ રહે કે મંગળવારે પણ ધરતી ધ્રુજી હતી પૂર્વ લેહમાં આંચકો અનુભવાયો હતો પૂર્વ લેહમાં ભૂકંપના આંચકો સવારે ૫.૧૩ મિનિટ પર આવ્યો હતો ભૂકંપનું કેન્દ્ર પૂર્વ લેહના ૧૭૪ કિલોમીટર દુર હતું તીવ્રતા ૫.૧ માપવામાં આવ્યુ હતું. આ પહેલા ૨૮ સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરમાં ૪.૨ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ગત આઠ સપ્ટેમ્બરે પણ લેહમાં ભૂકંપ આવ્યો હતો તે સમયે તીવ્રતા ૪.૪ રિએકટર સ્કેલ પર માપવામાં આવી હતી.HS