મણિપુરમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો
ઇમ્ફાલ, ભારતના પૂર્વોતર રાજય મણિપુરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતાં એક મહિનામાં આ બીજીવાર છે જયારે ભૂકંપથી મણિપુરની જમીન હલી ઉઠી છે આ પહેલા ૧૧ ઓગષ્ટે ભૂકંપના આંચકા આવ્યા હતાં વળી સોમવારે રાત્રે મણિપુરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. નેશનલ સેન્ટર ફોર સીમ્મોલોજી અનુસાર મોડી રાત્રે લગભગ ૨.૩૯ વાગે મણિપુરમાં ભૂકંપ આવ્યો હતો રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૧ મપાઇ હતી ભૂકંપનું કેન્દ્ર મણિપુરથી ૫૫ કિમી પૂર્વમાં ઉખરલમાં હતું જાે કે ભૂકંપથી કોઇ નુકસાન થયું નથી અગાઉ ૧૧ ઓગષ્ટના ભૂકંપની તીવ્રતા ૪.૦ હતી અહીં વારંવાર આવી રહેલ ભૂકંપથી લોકો ગભરાઇ ગયા છે.ઉત્તર પૂર્વ રાજયમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતના તમામ ભાગોમાં પણ છેલ્લા કેટલાક મહિનાઓમાં ભૂકંપના વારંવાર આંચકા અનુભવાયા છે.HS