મણિપુર કોંગ્રેસના ૮ ધારાસભ્યો ભાજપમાં જાેડાય તેવી સંભાવના
ઇમ્ફાલ: વિધાનસભા ચૂંટણીથી કેટલાક મહિના પહેલા કોંગ્રેસને મણિપુરમાં મોટો ઝટકો લાગી શકે છે.પાર્ટીમાંથી ઓછોમાં ઓછા ૮ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે. ત્યારે મણિપુર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અઘ્યક્ષ ગોવિંદાસ કોન્થોજમે પણ રાજીનામુ આપી દીધું છે. કોન્થોજમ વિષ્ણુપુર સીટથી ૬ વાર વિધાયક રહી ચૂક્યા છે. કોન્થોજમ ડિસેમ્બર ૨૦૨૦માં મણિપુર એકમના પ્રમુખ બનાયા ગયા હતા.
આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રી બિરેન સિંહ સત્તા ફરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ હાલમાં નવજાેત સિંહને પાર્ટીને નવો પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા છે . જેમાં પહેલા સિદ્ધુ અને રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે ગેર વર્તણૂક સહિત અનેક મામલા પર તકરાર જારી હતી. બન્ને નેતાઓની વચ્ચે તણાવ જાેવા મળ્યો છે. મૃખ્ય નેતૃત્વના ત્રણ સભ્ય સમિતિને ગથિત કર્યા હતા. આ ઉપરાંત રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ પોતે બન્ને નેતાઓની મુલાકાત કરી હતી.
ગત જૂનમાં ભાજપે શારદા દેવીના મણિપુર વિસ્તારમાં કમાન આપી હતી એજન્સી અનુસાર પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આ વાતની પુષ્ટિ કરી હતી કે રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા તરફથી દેવીના નામને મંજૂરી મળી હતી. આની પહેલા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાઈખોમ ટીકેન્દ્ર સિંહનું મે માં કોવિડના કારણે મોત થયુ હતુ. આ ઉપરાંત ભાજપે આસામમાં ભાવેશ કલિતાને પાર્ટી અધ્યક્ષ બનાવ્યા હતા. તેમણે રંજીત કુમાર દાસની જગ્યા લીધી હતી.