મણિયોર ગામ ના અવાવરું કૂવામાં નીલગાય પડતાં ફોરેસ્ટ ની ટીમ દ્વારા કાયૅવાહી હાથ ધરી બચાવાઇ
(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર તાલુકાના મણિયોર ગામ માં ખેડૂત ના ખેતરમાં આવેલા અવાવરું કૂવામાં એકાએક ઓચિંતી નીલગાય પડતાં ઇડર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ને ખેડૂત દ્વારા જાણ કરી હતી. ફોરેસ્ટ ઓફિસર નો સ્ટાફ ધટના સ્થળે પહોંચી ભારે જહેમત ઉઠાવી નીલગાય ને બહાર નીકાળી બચાવી લેવામાં આવી હતી.
ઇડર તાલુકાના મણિયોર ગામ માં રહેતા પટેલ રેવાભાઈ નાથાભાઈ ના ખેતરમાં આવેલા અવાવરું કૂવામાં ગત રોજ સાંજના સમયે એકાએક ઓચિંતી નીલગાય ખેતરમાંથી પસાર થતાં કૂવામાં ખાબકી હતી. જેની જાણ ખેડૂત ને થતાં તાત્કાલિક ધોરણે ઇડર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ને જાણ કરી હતી. ફોરેસ્ટ ઓફિસર નો સ્ટાફ તાકિદ ના ધોરણે ધટના સ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ ક્રેનની મદદથી પાંજરું બાંધી કૂવામાં ઉતારી ને નીલગાય ને હેમખેમ બચાવી બહાર નીકાળી દેવામાં સફળતા મળી હતી.*