મણિશંકરને દિલ્હી પોલીસની દેશદ્રોહના મામલે કલીનચીટ
નવીદિલ્હી, વડાપ્રઘાનની વિરૂધ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાથી દેશદ્રોહનો મમલો બનતો નથી દિલ્હી પોલીસે આ વાત કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરને કલીન ચિટ આપતા કહી.દિલ્હી પોલીસે અય્યરની વિરૂધ્ધ દેશદ્રોહની ફરિયાદ રદ કરવાની માંગ અદાલતથી કરી છે.નેતા અને વકીલ અજય અગ્રવાલે અય્યરની વિરૂથધ્ધ ફરિયાદ આપી તેમના પર દેશદ્રોહનો કેસ ચલાવવાની માંગ કરી હતી. ફરિયાદ પર આગામી સુનાવણી ૧૬ ડિસેમ્બરે કરવામાં આવશે.
સાકેત જીલ્લા અદાલતની મહાનગર દંડાધિકારી વસુંધરા આઝાદની સમક્ષ દિલ્હી પોલીસે કાર્યવાહી રિપોર્ટ રજુ કરી રહ્યું કે ચોક્કસ અય્યરે પ્રોટોકોલ તોડતા પાકિસ્તાની ઉચ્ચાયોગના અધિકારીઓની મહેમાનનવાજી કરી પરંતુ તેનાથી દેશદ્રોહ કે અપરધિક મામલો બનતો નથી
દિલ્હી પોલીસે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે દેશની વિરૂધ્ધ કાવતરૂ કરવાની વાતને લઇ ફરિયાદકર્તા નો વિચાર છે અને તેના કોઇ પુરાવા સામે આવ્યા નથી. કોર્ટમાં વકીલ અગ્રવાલે ૨૦૧૭માં ફરિયાદ દાખલ કરી અય્યર પર દેશદ્રોહનો કેસ દાખલ કરવા અને એનઆઇએ તથા દિલ્હી પોલીસથી તપાસ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે અય્યરે વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરી અને પાકિસ્તાની અધિકારીઓને દાવત આપી આ કાર્ય દેશની સુરક્ષા માટે ખતરો હતો.અય્યરના ઘર પર આયોજીત બેઠકમાં પાક રાજદુતો અને પાકિસ્તાના પૂર્વ વિદેશ મંત્રી હતાં.