Western Times News

Gujarati News

મણીનગરઃ ગઠીયાએ ખોટી સહીથી નવી ચેકબુક ઈશ્યુ કરાવી

અમદાવાદ: મણીનગર વિસ્તારમાંથી વૃદ્ધ નામે નવી ચેકબુક ઈશ્યુ કરાવ્યા બાદ ખોટી સહીઓ દ્વારા રૂપિયા ઉપાડવામાં આવતા સતર્ક વૃદ્ધે પોતે ચેકબુક ઈશ્યુ કરાવ્યાનો ઈન્કાર કર્યો હોત ેજથી બેક મેનેજરે ચેક વટાવતા શખ્શનાં સીસીટીવી ફૂટેજ કાઢ્યા બાદ તે બેંકમા રૂપિયા ઉપાડવા આવતા તેને ઓળખી લેવાયો હતો અને ઝડપીને પોલીસને હવાલે કરાયો છે.

અનિલભાઈ ગોર ઓએનજીસીમા ચીફ એન્જીનિયર તરીકે ફરજ બજાવે છે અને મણીનગરની લીલા સોસાયટીમાં પરીવાર સાથે રહે છે અનિલભાઈ હતા તારીખ પોતાના બેકમા રૂપિયા ત્રણ લાખ ઉપાડવા ગયા હતા જ્યા કેશ કાઉન્ટર પરથી તેમને સહી વેરીફીકેશન કરવાનું જણાવવામાં આવ્યુ હતુ

સહીનુ વેરીફીકેશન કરતા જતા અનિલભાઈને કર્લાક જણાવ્યુ હતુ કે નવી ચેકબુક ઈશ્યુ કરી છે એ કેમ નથી વાપરતા જેથી તે ચોક્યા હતા અને નવી કોઈ ચેકબુક ઈશ્યુ ન કરવાનું જણાવ્યુ હતુ

જેથી બેક કર્મીએ તપાસ કરતા ચેકબુકનુ કોપીવાળુ કાઉન્ડરતેમનું તથા તેમના પુત્ર સૌરવ ગોરની સહીવાળુ બતાવ્યુ હતુ જેમા નકલી સહીઓ હોવાનું જણાવી આવતાં અનિલભાઈ બેક કર્મચારી ઉપર બગડ્યા હતા કે બેકમાંથી તેમને સાંત્વના આપી જવા દેવાયા હતા.

બાદમા સાજે તેમને ફાન કરી બેકના બોલાવીને ચેકબુક ઈશ્યુ કરાવનાર વ્યક્તિના  સીસીટીવી ફૂટેજ બતાવતા અનિલભાઈએ તેને ઓળખવાનો ઈનકાર કર્યો હતો ગઈકાલે સવારે અનિલભાઈ તેમના પત્ની સાથે જૂના રેલવે ક્રોસીગ નજીક આવેલી સિન્ડી કેટ બેકમાં રૂપિયા ભરવા ગયા હતાત એ જ વખતે અજાણયો વ્યÂક્ત પ ચેકમાં નકલી સહી કરી રૂપિયા ઉપાડવા આવતા બેકના કર્મચારીઓ તેને ઓળખી લીધો હતો.

આ ગઠીયાને ઝડપી લઈને પુછપરછ કરતા તેણે પોતે ઓડીસાના કટકનો રહેવાસી હિમાશુ જાગેશચંદ્ર મોહાપાત્રા (૪૮) હોવાનું જણાવ્યુ હતુ તેણે જ ખોટી સહીઓ અને નકલી સ્લીપ દ્વારા ચેકબુક ઈશ્યુ કર્યાનું કબુલ્ય હતુ અનિલભાઈ પણ બેકમા હાજર હોઈ પોલીસને જાણ કરાતાં તેમણે પોલીસ ફરીયાદ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.