મણીનગરમાં પરીવાર લગ્નમાં ગયો તસ્કરો તિજારી સાફ કરી ગયા
અમદાવાદ: અમદાવાદમાં પોલીસનો પ્રભાવ હજુ પણ દેખાતો નથી તસ્કર ટોળકી અને લુંટાઓએ સમગ્ર શહેરમા ધાક જમાવી છે ઘરફોડ ચોરીઓના બનવા રોજેરોજ બની રહ્યા છે જેના કારણે શહેરીજનો પણ ભયભીત બન્યા છે બીજી તરફ તંત્ર વિરુદ્ધ રોષ પણ પ્રકટ કરી રહ્યા છે આ સ્થિતિમાં એરપોર્ટ તથા મણીનગર વિસ્તારમાં વધુ બે ચોરીની ઘટના બનતા સનસનાટી મચી છે. સુરેશ રમેશભાઈ લાલવાણી સિન્ધી કોલોની સરદારનગર ખાતે રહે છે.
કપડાની દુકાન ધરાવતા સુરેશભાઈ સોમવારે રાત્રે પત્ની તથા બાળકો સાથે નજીકના રહેતા પોતાની મતાતના ઘરે તેમને મળતા ગયા હતા મોટુ થતા રાતે ત્યા જ રોકાઈ ગયા હતા સ વારે ઘરે પરત ફરતાં સુરેશભાઈ તથા તેના પત્નીએ મુખ્ય દરવાજાનો લોક તુટેલો જાતા બંને ડઘાઈ ગયા હતા અને અંદર તપાસ કરતા તિજારીમાથી સોનાના સેટ સોનાનુ કડુ મગળસૂત્ર વીટી ઝાંઝર ૫૦ હજારની રોકડ રકમ સહીત કુલ રૂપિયા ૩૮૫૦૦૦ની મતાની ચોરી થયેલી જણાઈ હતી જેનો ફરીયાદ સુરેશભાઈ એરપોર્ટ પોલીસમા લખાવી છે.
જ્યારે મણીનગર બીઆરટીએસ સ્ટોપ નજીક આવેલા સિલ્વર કોઈન એપાર્ટમેન્ટમાં ચાર્ટડ એકાઉન્ટ પરાગભાઈ દવે પોતાના પરીવાર સાથે રહે છે સંબંધીના લગ્ન હોવાથી પરાગભાઈ પોતાના પરીવાર સાથે બરોડા ખાતે ગયા હતા બીજા દિવસે તેમના પાડોશી અને કાકાના દિકરા વિમલભાઈએ ફોન ઉપર ઘરનાં દરવાજા ખુલ્લાં હોવાની જાણ કરી હતી.
તાબડતોળ ઘરે આવેલાં પરાગભાઈએ તપાસ કરતા જુદા જુદા રૂમમાં મુકેલા સોના ચાદીના ઘરેણા સિક્કા વાસણો અને ભગવાનની મૂર્તિઓ ઉપરાંત રોકડ સહીત કુલ રૂપિયા બે લાખ ત્રેસઠ હજારનની મતા ગાયબ હતી જેથી તેમણે મણીનગર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરીયાદ નોધાવી છે.