Western Times News

Gujarati News

મતગણતરી વચ્ચે અમેરિકામાં હિંસક દેખાવો: આગચંપી, 60ની અટકાયત

વોશિંગ્ટન, અમેરિકામાં ચાલી રહેલી મતગણતરી દરમિયાન હિંસા થઈ શકે છે તેવી દહેશત સાચી પડતી લાગી રહી છે. મતગણતરીમાં વિલંબના કારણે પરિણામ જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો છે.જોકે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન આગળ ચાલી રહ્યા છે અને તેની વચ્ચે અમેરિકામાં હિંસક પ્રદર્શનો શરુ થઈ ગયા છે.

અમેરિકન મીડિયાના કહેવા પ્રમાણે બુધવારે રાતે ન્યૂયોર્નકા મેનહટન વિસ્તારમાં પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી.એક ગલીમાં ટોળાએ આગચંપી કરી હતી અને પોલીસ અધિકારી સામે થૂકીને લોકોએ વિરોધ કર્યો હતો.

આ સિવાય વોશિંગ્ટન સ્કવેર પાર્કમાં શાંતિપૂર્ણ વિરોધ બાદ 60 લોકોની ધરપકડ થઈ હતી.જેના પગલે પોલીસ અને લોકો વચ્ચે ટકરાવ થયો હતો. અમેરિકાના પોર્ટલેન્ડ શહેરમાં પણ થયેલા દેખાવો બાદ ઓરેગન  નેશનલ ગાર્ડને બોલાવવાની ફરજ પડી હતી.લોકોએ શહેરના એક હિસ્સામાં તોડફોડ કરીને પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યુ હતુ.સાથે સાથે ફિલાડેલ્ફિયા, શિકાગોમાં પણ દેખાવો થઈ રહ્યા છે.લોકો માંગ કરી રહ્યા છે કે, એક એક મતની ગણતરી કરવામાં આવે.સાથે સાથે લોકો અશ્વેત આંદોલનનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે.

અમેરિકન પ્રમુખના નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસથી સ્હેજ જ દુર એક હજાર કરતા વધારે લોકો ટ્રમ્પનો વિરોધ કરવા માટે જમા થયા હતા.વોશિંગ્ટનમાં લોકોએ રસ્તા પર માર્ચ કરી હતી અ્ને જેના કારણે ટ્રાફિક પણ જામ થયો હતો.લોકોએ ફટાકડા પણ ફોડયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.