મતદાન વચ્ચે કુખ્યાત બિટ્ટુસિંહના ભાઇની હત્યા
પૂર્ણિયા, બિહારમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું આ દરમિયાન પૂર્ણિયા જીલ્લામાં એક યુવકની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.જે યુવકની હત્યા કરવામાં આવી છે તે કુખ્યાત બિટ્ટુ સિંહનો નાનો ભાઇ બેની સિંહ છે. મળતીમાહિતી અનુસાર સરસી ખાતે નિવાસની પાસે બનેલ પોલિંગ બુથમાં બેનીસિંહ મતદાન કરવા જઇ રહ્યો હતો ત્યારે અજાણ્યા અપરાધિઓએ એક બાદ એક આઠ ગોળી મારી દીધી આથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.
એ યાદ રહે કે ગત મહીને જ શિવહર વિધાનસભા વિસ્તારથી રાજદના ઉમેદવાર શ્રીનારાયણસિંહની અપરાધિઓએ ગોળી મારી હત્યાકરી હતી.આ દરમિયાન ઉમેદવારના સમર્થકોએ એક હુમલાખોરની પિટાઇ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.જયારે એક હુમલાખોરની પોલીસે ધરપકડ કરી હતી. શ્રીનારાયણ સિંગ ગામમાં ચુંટણી પ્રચાર કરવા માટે ગયા હતાં ત્યારે બાઇક સવાર અપરાધિઓએ તેમના પર હુમલો કર્યો હતો.HS