મતદારોએ કયા મતદાન મથક પર મતદાન માટે જવું તે માટે હેલ્પલાઈન ચાલુ કરાઈ
અમદાવાદ શહેર ચૂંટણી અધિકારી અને કલેકટર સંદીપ સાગલેએ હેલ્પલાઇન સેવા શરૂ કરાઈ -હેલ્પલાઇન નંબર ૦૭૯-૨૭૫૬૯૧૦૫ પર સંપર્ક કરી શકાશે
અમદાવાદ શહેર મહાનગરપાલિકામાં ૨૧ મી ફેબ્રુઆરી એ રવિવારે મતદાન યોજાશે. અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાં સમગ્ર ચૂંટણી હાથ ધરાશે. અમદાવાદ શહેરના મતદારને મતદાન કરવામાં સરળતા રહેતે માટે અમદાવાદ શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી સંદીપ સાગલેએ હેલ્પલાઇન સેવાનો શુભારંભ કરાવ્યો છે.
મતદારોએ તેમના વોર્ડમાં મતદાન કરવા કયા મતદાન મથકે જવું તે તમામ પ્રકારના પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા દ્વારા હેલ્પલાઇન નંબર૦૭૯-૨૭૫૬૯૧૦૫ ની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટરશ્રી હર્ષદ વોરા ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને મતદાન મથક વિષેની માહિતી સરળતાથી મેળવી શકાશે, તેમ કલેક્ટર શ્રી સંદીપ સાગલેએ જણાવ્યુ છે.