મતદારોને પૈસા વહેચનારા સાંસદને કોર્ટેે દોષિત ઠેરવીને ૬ માસની જેલની સજા ફટકારી!
(એજન્સી) હૈદ્રાબાદ, ચૂૃટણી દરમ્યાન કેટલીય વખત સાંસદો અને ધારાસભ્યો મત મેળવવા માટે રૂપિયા વરસાવતા હોવાના આરોપો લાગ્યા છે. પણ દેેશમાં પહેલીવાર જ આ આરોપોને લઈને કોર્ટેે સજા પણ સંભળાવી છે. મતદારોને લાંચ આપવાના આરોપમાં હૈદ્રાબાદના તેલંગાણાના રાષ્ટ્ર સમિતિના સાંસદ છે. તેમના એક સહયોગીને પણ કોર્ટે દોષી ઠેરવ્યો છે અને સજા સંભળાવી છે.
મલોત કવિતાને ર૦૧૯માં લોકસભા ચૂંટણી દરમ્યાન વૉટ માટે લાંચ આપવામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. સાથે જ તેમને ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. જાે કે આરોપીઓએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરીને જામીન માંગ્યા છે. કહેવાય છે કે આ મામલે કવિતા જલ્દીથી તેલંગાણા હાઈકોર્ટમાં અપીલ કરશે.
આ ઘટના પહેલીવાર ત્યારે સામે આવી હતી જ્યારે ર૦૧૯માં રેવન્યુ અધિકારીઓએ સાંસદના સહયોગ થી શૌકત અલીને રૂપિયા વેચતા પકડી પાડ્યા હતા. કવિતાના પક્ષમાં વૉટ માંગી રહેલા આ લોકો બર્ગમપહાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વાટરોને પ૦૦-પ૦૦ રૂપિયા વહેચી રહ્યા હતા. શાક્તઅલીને પોલીસે રંગેહાથે ઝડપી લીધા હતા. ઋશ્વત મામલે પહેલાં આરોપી તરીકે તેને નોંધવામાં આવ્યો હતો. જ્યારે કવિતાને બીજા નંબરના આરોપી બનાવાયા હતા.