મતદારોને મતદાન મથક સુધી અથવા ત્યાંથી પાછા લઇ જવાં પર પ્રતિબંધ
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાતથા અમદાવાદ જિલ્લા/ તાલુકા પંચાયતો અને વિરમગામ, ધોળકા તથા બારેજા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ યોજાનાર છે.
મુક્ત,ન્યાયી અને સરળ સંચાલન માટે તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે મતદાનના દિવસે મતદાન મથક સુધી વાહન લઈ જવા પર અમદાવાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટેફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩ની કલમ- ૧૪૪ થી મળેલ અધિકારની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે.
તા.૨૧-૦૨-૨૦૨૧ અને તા.૨૮-૦૨-૨૦૨૧ના રોજ મતદાનના દિવસે કોઇપણ વ્યક્તિએ મતદાન મથક સુધી અથવા ત્યાંથી પાછા (ઉમેદવાર પોતે, તેના કુટુંબના સભ્યો અથવા તેના એજન્ટ સિવાય કોઈપણ મતદારને લાવવા- લઈ જવા માટે ઉમેદવારે અથવા તેના એજન્ટે અથવા ઉમેદવાર સાથે બીજી કોઈ વ્યક્તિએ કોઈ વાહન અથવા જલયાન કોઈપણ રકમ ચૂકવીને અન્યથા ભાડે રાખવાની અથવા પ્રાપ્ત કરવાની મનાઈ ફરમાવાઇ છે.
આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.આ હુકમપોલીસ કમિશનરશ્રીની હકૂમત સિવાયના વિસ્તારમાં અમદાવાદ જિલ્લાના અમદાવાદ મહાનગરપાલિકા તથા અમદાવાદ જિલ્લા/તાલુકા પંચાયતો અને વિરમગામ, ધોળકા તથા બારેજા નગરપાલિકાના વિસ્તારમાં સામેલ સમગ્ર વિસ્તારને લાગુ પડશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમદાવાદના જાહેરનામામાં ફરમાવાયું છે.